મુંબઈ
સ્વતંત્રતા દિવસના અવસર પર કાર્તિક આર્યને ભારતીય નૌકાદળના અધિકારીઓની સાથે સમય પસાર કર્યો હતો. કાર્તિકને એક મરિન જહાજ પર ઘણી એક્ટિવિટીમાં ભાગ લેતો જાેઈ શકાય છે. કાર્તિકની આ તસવીર અને વીડિયો લોકોને પસંદ આવી રહ્યા છે. કાર્તિત આર્યનને અધિકારીઓના એક સમૂહની સાથે પોઝ આપતો જાેઈ શકાય છે. તેના બેકગ્રાઉન્ડમાં એક તિરંગો જાેવા મળી રહ્યો છે. કાર્તિક આર્યને ભારતીય નૌકાદળ અધિકારીઓની સાથે રસ્સીખેંચની રમત પણ રમ્યો. આ દરમિયાન નૌસેનિક તેને ચીયર કરતા જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન કાર્તિક ઘણો ખુશ પણ જાેવા મળી રહ્યો છે. કાર્તિક આર્યન પછી કેટલાક અન્ય સશસ્ત્ર અધિકારીઓની સાથે બંદુકની સાથે પોઝ આપતો જાેવા મળે છે. આ દરમિયાન તે થોડા ગંભીર પોઝ આપતો જાેવા મળી રહ્યો છે. કાર્તિક આર્યને ભારતીય નૌકાદળને એન્ટરટેનમેન્ટ પણ કર્યા. તેણે એક વીડિયો શેર કર્યો જેમાં કે કેટલાક કલાકારોની સાથે ભાગડા કરે છે અને અધિકારીઓની સાથે ગેમ રમે છે. કાર્તિક આર્યને બીજા વીડિયો પણ શેર કર્યા, જેમાં તે રોટલી બનાવવાના મશીનથી પ્રભાવિત થઈ જાય છે. જ્યારે એક અન્ય વીડિયોમાં તે અધિકારીઓની સાથે ‘ભારત માતા કી જય’ ના નારા લગાવે છે. તે સાથે જ એક વીડિયોમાં કાર્તિક આર્યને પોતાના ફેન્સને તે અધિકારી સંગ્રામ સાથે મળાવ્યો જેણે તાઉતે તુફાન દરમિયાન લોકોનો જીવ બચાવ્યો હતો. કાર્તિક આર્યન આ તસીવર અને વીડિયોને શેર કરતા લખે છે, જય જવાન!! એક દિવસ નૌકાદળના બહાદુર સૈનિકો સાથે.


