Maharashtra

હૃતિક રોશનની આગામી ફિલ્મ વિક્રમ વેધાની રીમેકનું બજેટમાં તોતિંગ વધારો

મુંબઈ
વિક્રમ વેધાના બજેટમાં અનેક ગણો વધારો થયો છે. તમિલ ફિલ્મની જેમ જ લિમિટેડ બજેટમાં હિન્દી રીમેક બનાવવાનો બંને ડાયરેક્ટર્સનો પ્લાન હતો. તમિલની જેમ ઉત્તર પ્રદેશની સાંકડી ગલીઓમાં ફિલ્મનું શૂટિંગ કરવાનો તેમનો વિચાર હતો. જાે કે રિતિક રોશનના આઈડિયા અલગ હતા અને તેના કારણે ફિલ્મના બજેટમાં તોતિંગ વધારો થયો હતો. રિતિકની ડીમાન્ડ પ્રમાણે ફિલ્મ બનાવવામાં આવે તો તે રિતિક રોશનની મોસ્ટ એક્સપેન્સિવ ફિલ્મમાં સ્તાન મેળવશે. રિતિક રોશન ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશની સાંકડી ગલીઓમાં કરવાના બદલે દુબઈમાં યુપીની ગલીઓ જેવો સેટ બનાવીને કરવા માગતો હતો. જદેના કારણે બજેટ ઘણું વધી ગયું. ઓરિજનલ તમિલ ફિલ્મનું બજેટ માત્ર ૧૧ કરોડ હતું અને ફિલ્મે બોક્સ ઓફિસર પર ૬૦ કરોડથી વધુની ઈનકમ કરી હતી. જ્યારે, હિન્દી રીમેકમાં બજેટ ૧૭૫ કરોડની નજીક પહોંચી ગયું છે. રિતિક રોશન અને સૈફ અલી ખાન તમિલ ફિલ્મની રીમેક વિક્રમ-વેધામાં સાતે કામ કરી રહ્યા છે. રિતિકની ફિલ્મો વોર અને સુપર ૩૦ સક્સેસ રહી છે અને લાંબા સમયથી તેની કોઈ ફિલ્મ પણ આવી નથી, જેના કારણે વિક્રમ વેધાની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. તમિલ ફિલ્મની ડાયરેક્ટર જાેડી ગાયત્રી અને પુષ્કર જ હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે, પરંતુ રિતકની ડીમાન્ડ તથા જિદના કારણે રીમેકના બજેટમાં તોતિંગ વધારો થયો ર્છે

file-01-page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *