Maharashtra

૩ વર્ષ બાદ પરત ફરશે પ્રિયંકા ચોપરા, ફેન્સ સાથે આ ઉત્સાહ શેર કર્યો

મુંબઈ
પ્રિયંકા ચોપરા બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે, જે કોઈને કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે ફરી એકવાર તેણીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે. હા, હકીકતમાં, ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ભારત આવી રહી છે. આ ખુશી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. એક્ટ્રેસે પોતાની ખુશીનું કારણ પણ શેર કર્યુ છે. જણાવી દઈએ કે પ્રિયંકા લગભગ ત્રણ વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરી રહી છે. આ જ કારણ છે કે તે ખૂબ જ ઉત્સાહિત પણ છે. પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેણીએ બોર્ડિંગ પાસનો ફોટો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે આખરે હું ઘરે જઈ રહી છુંપ લગભગ ત્રણ વર્ષ પછીપ જણાવી દઈએ કે આ ટ્રિપ એટલા માટે પણ ખાસ છે કારણકે કોવિડ ૧૯ પછી તે પહેલાવાર ભારત પોતાના ઘરે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા આ વર્ષે એપ્રિલમાં ભારત આવવાની હતી. તેણીએ ્‌ટ્ઠિદૃીઙ્મ ન્ીૈજેિી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે “હું ભારત જવા માટે મરી રહી છું. ભારતના દરેક શહેર અને રાજ્યનો પોતાનો અલગ અંદાજ, અલગ ભાષા, અલગ જીવનશૈલી છે. મતલબ અલગ સંસ્કૃતિ, અલગ ખોરાક, અલગ કપડાં અને અલગ રજાઓ. તેથી જ્યારે પણ હું બીજા દેશમાં આવું છુ, હું હંમેશા વિચારુ છું કે, આ રજાઓમાં ભારત આવીને રજાઓને સેલિબ્રેટ કરીશ.” એક્ટ્રેસના ખાનગી જીવનની વાત કરીએ તો તેણીને પોતાના ઘરની સાથે ભારત જાેડે પણ અલગ લગાવ છે. વિદેશમાં રહીને પણ એક્ટ્રેસ પોતાના દેશના કલ્ચર અને કસ્ટમને હંમેશા ફોલો કરે છે. હાલમાં જ તેણે પતિ નિક જાેનસ અને દીકરી માલતી સાથે લક્ષ્મી પૂજાના ફોટો શેર કર્યા હતાં. જેનાથી જાણી શકાય છે કે, એક્ટ્રેસ નિકના ધર્મની સાથે-સાથે પોતાના ધર્મનું પણ પાલન અને સન્માન કરે છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *