મુંબઈ
બિહારમાં ચહુંમુખી નામની બાળકી ચાર હાથ-પગ સાથે જન્મી હતી. તે અઢી વર્ષ સુધી તેનાં ચાર હાથ પગ સાથે જીવી જે બાદમાં સોનુ સુદની મદદથી તેનું સફળ ઓપરેશન થયું. ખાસ વાત તો એ છે કે, આ ઓપરેશન ગુજરાતનાં સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. ચહુંમુખી બિહારનાં નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. બાળકીનાં ઓપરેશનનો તમામ ખર્ચો સોનુ સૂદે ઉઠાવ્યો છે. આ બાળકીનું સફળ ઓપરેશન થઇ ગયુ છે.અને તે હવે સ્વસ્થ થઇ રહી છે. બાળકીને ૩૦મી મેનાં રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં તેનું પહેલાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને બાદલમાં હોસ્પિટલનાં ડૉક્ટર મિથુન અને તેમની ટીમની ૭ કલાકની સફળ મહેનત બાદ આ સર્જરી પાર પડી હતી. બાળકીને ચાર પગ અને ચાર હાથ હતાં. જેમાં બે હાથ અને પગ પેટનાં ભાગે ચોટેલાં હતાં. પરિવાર પાસે તેની સારવાર માટેનો ખર્ચો ઉપાડવાની શક્તિ ન હતી. તેથી તેમણે સૌશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો પાસે મદદ માંગી હતી. આ વાત સોનુ સૂદ સુધી પહોંચી હતી જે બાદ બાળકીનાં ઓપરેશનની વાત થઇ હતી. હાલમાં બાળકીનું સફળ ઓપરેશન થઇ ગયું છે. અને તે સ્વસ્થ છે. સોનુ સૂદે ૩૦ મનાં રોજ આ દીકરીની સર્જરી મામલે પહેલી ટિ્વટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, ટેન્શન ન લેતા, ઇલાજ શરૂ કરાવી દીધુ છે. બસ દુઆ કરજાે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેની દરિયાદિલીની કારણે આજે આખા દેશમાં પ્રખ્યાત થઇ ગયો છે. કોરોના કાળમાં ગરીબોને તેમનાં ઘર સુધી પહોંચાડવા માટે તેણે બસ સેવા શરૂ કરી હતી. કોઇપણ ગરીબ પગપાળા ઘરે નહીં જાય તે હેતુથી તેણે આ સદકાર્ય કર્યુ હતું જે બાદ તે ગરીબોની મદદ માટે તેનાંથી બનતા બધા જ કામ કરે છે. કોઇ ગરીબને ખેતરમાટે જરૂરી ટ્રેક્ટર અપાવી દે છે. તો કોઇ બાળકની સ્કૂલનાં પૈસા ચુકવે છે. તો કોઇને ગામનું તુટેલું ઘર હોય તે રિપેર કરાવી આપે છે. દરેકની જરૂરિયાત મુજબ અને વસ્તુનું મહત્વ સમજીને સોનુ સૂદ અને તેની ટીમ ગરીબોની મદદ કરે છે.
