Maharashtra

અંતરિક્ષમાં ભારતીય વૈજ્ઞાનિકોએ આ શું શોધી કાઢ્યું કે, જાેઈને દંગ રહી ગઈ દુનિયા

મહારાષ્ટ્ર
અવકાશની દુનિયા પણ સાવ અલગ છે. અવકાશમાં હંમેશા કંઇક ને કંઇક બને છે અને તે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો દ્વારા જાેવામાં આવે છે. ભારતના વૈજ્ઞાનિકોએ આ વિશે એક એવી શોધ કરી છે, જેને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી શોધી રહ્યા હતા. ઘણા વર્ષો પછી, અવકાશમાં કંઈક એવું બન્યું છે, જેની તસવીર મેળવવા માટે ભારતના વૈજ્ઞાનિકોને ઘણા વર્ષો સુધી રાહ જાેવી પડી હતી. આ વખતે કંઈક અલગ અને પહેલીવાર અવકાશમાં જાેવા મળ્યું છે. બંને આકાશગંગાઓ સંપૂર્ણ ૮ વર્ષ સુધી સામસામે ફરતી રહી અને આ સમય દરમિયાન આકાશગંગામાંથી એક જેટ સ્પ્રે નીકળ્યો જે અન્ય આકાશગંગા સાથે અથડાય છે. અથડાયા બાદ, તે જેટ સ્પ્રે બીજી આકાશગંગામાં જતો નથી અને પાછો આવે છે. આ બધું પુણેના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. ઇછડ્ઢ નામની સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ શોધ કરી છે. તેની પ્રથમ તસવીર પણ પુણેના આરએડી હોમના વૈજ્ઞાનિકો દ્વારા લેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અંતરિક્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જે કેમેરામાં કેદ થયું છે. બંને ગેલેક્સી હજારો કિલોમીટરના અંતરે છે. એક ગેલેક્સી જેટ સ્પ્રે બહાર કાઢે છે જે બીજી ગેલેક્સી સાથે અથડાયા પછી પાછી આવે છે. આના કયા સંકેતો છે, હવે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ તેની શોધ શરૂ કરી દીધી છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *