Maharashtra

અક્ષયકુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બોક્સઓફિસ પર નબળી સાબિત થઈ

મુંબઈ
અક્ષય કુમાર અને માનુષી છિલ્લરને લીડ રોલમાં રજૂ કરતી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને અપેક્ષા કરતાં નબળો રિસ્પોન્સ મળ્યો છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ આલિયા ભટ્ટની ગંગુબાઈ કરતાં આગળ રહેવામાં સફળ રહી છે. બોક્સઓફિસ પર પહેલું વીકેન્ડ હેમખેમ પસાર કર્યું છે અને શરૂઆતના ત્રણ દિવસમાં જ ૩૯.૪૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મના સ્ટાર્સને જાેતાં બોક્સ ઓફિસ કલેક્શન માટે આ આંકડો ખાસ મોટો નથી. આમ છતાં આ ફિલ્મે ૨૦૨૨ના વર્ષથી ટોપ ૩ હાઈએસ્ટ ગ્રોઅર્સમાં એન્ટ્રી મેળવી લીધી છે. આલિયા ભટ્ટની ગંગુબાઈને પહેલા વીકેન્ડમાં ૩૯.૧૨ કરોડ મળ્યા હતા, પરંતુ તેના કરતાં વધુ બિઝનેસ મેળવીને અક્ષયની ફિલ્મ ટોપ ૩માં આવી ગઈ છે. પહેલા વીકમાં સૌથી વધુ કલેક્શન મેળવનારી બોલિવૂડ ફિલ્મની વાત કરીએ તો ભૂલ ભુલૈયા ૨ પહેલા નંબરે છે. તેણે પહેલા વીકેન્ડમાં ૫૫.૯૬ કરોડનું કલેક્શન મેળવ્યું હતું અને અત્યાર સુધીમાં તેને ૧૫૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો છે. અક્ષય કુમારનું સ્ટારડમ અને માનુષી છિલ્લરની ડેબ્યુ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર રખાઈ ન હતી. અગાઉ અનુષ્કા શર્મા જેવી એક્ટ્રેસને લોન્ચ કરનાર યશરાજ ફિલ્મ્સે સમ્રાટ પૃથ્વીરાજમાં માનુષી છિલ્લરને એન્ટ્રી કરાવી હતી. ઈન્ડસ્ટ્રીની અપેક્ષા કરતાં ફિલ્મને ઓછો બિઝનેસ મળ્યો છે, પરંતુ અક્ષય કુમારની બચ્ચન પાંડે જેવા ખરાબ હાલ તેના થયા નથી.

Entertainment-Film-Samrat-Prithviraj-Box-office-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *