Maharashtra

અદાણી ગ્રુપની ટી૨૦ ટીમમાં જાેર્ડન, લિન, બેન્ટોન, હેતમાયરનો સમાવેશ

મુંબઈ
આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૩માં યુનાઇટેડ આરબ અમિરાતમાં રમાનારી આંતરરાષ્ટ્રીય લીગ ્‌૨૦ માટે ગલ્ફ જાયન્ટ્‌સે ૧૪ સભ્યોની તેની ટીમ જાહેર કરી છે. આ સર્વ પ્રથમ ્‌૨૦ સિઝનમાં અદાણી સ્પોર્ટસલાઇન ફ્રેન્ચાઇઝની ગલ્ફ જાયન્ટ્‌સ સહિત છ ટીમો ભાગ લેશે જાયન્ટ્‌સની ટીમમાં ટી૨૦ આંતરાષ્ટ્રીય વિશ્વના ક્રિસ જાેર્ડન, ક્રિસ લિન, ડેવિડ વાઇસ, ટોમ બેન્ટોન અને શિમરોન હેતમાયર સહિતના ટોચના ક્રિકેટરો સામેલ છે. ટીમના મુખ્ય કોચ તરીકે ૨૦૧૦ની આઇસીસીના ્‌૨૦ વિશ્વ કપ વિજેતા ઇંગ્લેન્ડના વિજેતા કોચ રહેલા એન્ડી ફ્લાવરની નિમણૂક કરાઈ છે. ફ્લાવરનો ત્રીસ વર્ષની ભવ્ય ક્રિકેટિંગ કારકિર્દીનો અનુભવ છે. તાજેતરમાં રમાયેલી ૈંઁન્માં ફ્લાવર લખનૌ સુપર જાયન્ટસના મુખ્ય કોચ હતા. અગાઉ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની નેશનલ ટીમોના કોચ ઉપરાંત કિંગ્સ ઇલેવન પંજાબ, (ૈંઁન્), મરાઠા એરેબિઅન્સ (અબુ ધાબી ્‌૧૦), મુલ્તાન સુલ્તાન્સ (ઁજીન્), સેંટ લ્યુસિઆ કિંગ્સ (ઝ્રઁન્), અને દિલ્હી બુલ્સ (છહ્વે ડ્ઢરટ્ઠહ્વૈ ્‌૧૦) ની ફ્રેન્ચાઇઝ ટીમોના કોચ તરીકે પણ ફ્લાવર રહી ચૂક્યા છે. યુએઇ ્‌૨૦ માટેની ગલ્ફ જાયન્ટ્‌સની ટીમઃ શિમરોન હેતમાયર ગુયાનેસ (ગુયાના), ક્રિસ્ટોફર જેમ્સ જાેર્ડન બ્રિટીશ (યુ.કે.), ક્રિસ્ટોફર ઓસ્ટીન લિન, (ઓસ્ટ્રેલિઆ) જેમ્સ માઇકલ વિન્સ (યુ.કે), ટોમ બેન્ટોન (યુ.કે.) ડોમીનિક કોન્નેઇલ ડ્રેક્સ (બાર્બાડોઝ) ડેવિડ વાઇસે (નામીબિઆ) લિએમ એન્ડ્રુ ડોસન (યુ.કે) જેમી ઓવરટન (યુ.કે) ઓએસ અહમદ કમવાલ (કાબુલ) રિચાર્ડસ જેમ્સ ગ્લીસન, ઓલિવર જહોન ડગ્લાસ પોપ (યુ.કે.) રેહાન અહમદ (યુ.કે.) અને વેયન લી (ઇટાલી)નો સમાવેશ થાય છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *