Maharashtra

અભિનેતા અશ્મિત પટેલે ૪૪મો જન્મદિવસ મનાવ્યો

મુંબઈ
હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અમીષા પટેલના ભાઈ અને અભિનેતા અશ્મિત પટેલ આજે ૪૪ વર્ષના થયા છે. અશ્મિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. જાે કે અભિનેતાની ફિલ્મ સફર બહુ સફળ રહી નથી, પરંતુ તે હજુ પણ તેના અંગત જીવન માટે જાણીતો છે. અત્યાર સુધી અશ્મિતનું નામ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સાથે જાેડાઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૦૫માં અશ્મિત અને રિયા સેનનું નામ એકબીજા સાથે જાેડાયું હતું. આ પછી મીડિયામાં બંનેના અફેરને લઈને ઘણી અફવાઓ ઉડવા લાગી હતી.બંને ફિલ્મોના ગીતો ૯૦ના દાયકામાં ભારે હિટ રહ્યા હતા. પરંતુ, બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. અશ્મિતને ભારતીય ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ’ની ચોથી સિઝનમાં ફાઇનલિસ્ટ તરીકે પણ જાેવામાં આવ્યો હતો. આ શો દરમિયાન વીણા મલિક અને અશ્મિતના અફેરની પણ ચર્ચા થઈ હતી. જાેકે, ઈદૃૈષ્ઠંર્ૈહ બાદ બંને વચ્ચેના સંબંધો બદલાઈ ગયા હતા. આ દરમિયાન અશ્મિતનું નામ ટીવી એક્ટ્રેસ સારા ખાન સાથે પણ જાેડાયું હતું, પરંતુ આ અફવા લાંબો સમય ચાલી નહીં. બંનેએ ટીવી સિરિયલોમાં પણ સાથે કામ કર્યું હતું. અશ્મિત પટેલ અને અભિનેત્રી મહેક ચહલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ ૨૦૧૭માં સ્પેનમાં સગાઈ પણ કરી હતી. બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ પરસ્પર મતભેદોને કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી.

Ashmit-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *