Maharashtra

અભિનેતા રવિ કિશને ફીમાં દસ ગણો વધારો કર્યો

મુંબઈ
ભોજપુરી સિનેમાના સ્ટાર અને સાઉથ-બોલિવૂડમાં ફેન બેઝ ધરાવનારા રવિ કિશને અચાનક પોતાની ફીમાં દસ ગણો વધારો કર્યો છે. એક્ટિંગની દુનિયામાં તેઓ ૩૦ વર્ષથી સક્રિય છે. ૧૯૯૨ના વર્ષમાં આવેલી હિન્દી ફિલ્મ પિતાંબરથી રવિ કિશને એક્ટિંગની શરૂઆત કરી હતી. ૩૦ વર્ષની આ કરિયરમાં રવિ કિશનને કોઈ પણ ફિલ્મ, સિરિઝ કે સિરિયલમાં મોં માંગી રકમ મળી નથી. રવિને લાગે છે કે તેમણે ૧૫ વર્ષ સુધી ફ્રીમાં જ કામ કર્યું છે અને ઓછી ફી લેવાના કારણે મેકર્સે પણ દુરુપયોગ કર્યો છે. આ સંજાેગોમાં પોતાની ફી દસ ગણી વધારવાનો ર્નિણય રવિ કિશને લીધો છે. રીસેન્ટલી એક ઈન્ટરવ્યૂ દરમિયાન રવિ કિશને મોંઘવારી અને પોતાના મોટા પરિવારની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ એકલા જ આખા ફેમિલીનું ધ્યાન રાખે છે અને સોશિયલ વર્કમાં પણ ઘરનો ખર્ચ કરે છે. જે પ્રોડ્યુસર્સને ડેટ જાેઈતી હોય તેઓ ફી વધારી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ૧૫ વર્ષ સુધી ફ્રીમાં જ કામ કર્યું છે. મને કોઈ વધારે પૈસા આપતું ન હતું અને વધારે પૈસા માગવાની મારી પણ હિંમત થતી ન હતી. રવિ કિશન રંગબાઝ, મત્સ્યકાંડ અને વ્હિસલ બ્લોઅર જેવી સિરિઝમાં રિસેન્ટલી જાેવા મળ્યા હતા. વેબ સિરિઝ અને ફિલ્મોમાં સતત નજરે પડતા હોવાથી રવિ કિશનના ફેન્સમાં પણ વધારો થઈ રહ્યો છે.

Entertainment-Actor-Ravi-Kishan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *