મુંબઈ
આલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા કહી રહી છે કે, તેનો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી છે કે રોહિત શર્મા. જ્યારે આલિયાએ આ સવાલનો જવાબ પોતાની સ્ટાઈલમાં આપ્યો તો ઘણા લોકોને તેનો જવાબ પસંદ ના આવ્યો. ખરેખર, આ ત્યારે થયું જ્યારે આલિયા એક ઈન્ટરવ્યુ આપી રહી હતી અને તે દરમિયાન તેને તેના ફેવરિટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું તો આલિયાએ ડિપ્લોમેટિક જવાબ આપ્યો અને કહ્યું- ‘હાલમાં રોહિત અને વિરાટ ઓલ ટાઈમ ફેવરિટ.’ આલિયાના આ જવાબથી લોકોએ તેને તેના ક્રિકેટ નોલેઝ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આલિયાને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, જાે તે એક સવારે વિરાટ કોહલી તરીકે જાગી તો શું કરશે? તો આના પર અભિનેત્રીએ જવાબ આપ્યો કે, તે લાંબો બ્રેક લેશે. કારણ કે તે લાંબા સમયથી કામ કરી રહી છે અને ખૂબ જ મહેનત કરી રહી છે. આલિયાએ કહ્યું કે, જાે તે એક સવારે રોહિત તરીકે જાગી જશે તો તે પોતાને બ્રેક આપવાનું પસંદ કરશે નહીં અને તેની ટીમ માટે પ્રેરણા બનવા માટે મેદાનમાં રહેવાનું પસંદ કરશે. આ વીડિયો જાેઈને સાહિલ રાવત નામના યુઝરે લખ્યું- ‘તે વિરાટ કોહલીનું નામ કેવી રીતે લઈ શકે કે તેનો ફેવરિટ વિરાટ છે? અને હાલમાં રોહિત? આનો મતલબ શું થયો? તેમને કહો કે વિરાટ કોહલી હજુ પણ રમી રહ્યો છે, સમજાે. વિરાટ રાજા છે. મતલબ કે તે કંઈ પણ બોલી રહી છે.’ સુશાંત મેહરાના આ વીડિયો પર આલિયાની મજાક ઉડાવતા આકાશ વર્મા નામના યુઝરે લખ્યું- ‘ક્રિકેટ સ્પેશિયાલિસ્ટ હાહાહા.’ હર્ષલ નામના વ્યક્તિએ લખ્યું- ડિપ્લોમેટિક જવાબ ઔડ ઇટ્સ બેસ્ટ. તો એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું – અરે કંઈ નહીં, બસ આલિયા વર્તમાન બાબતોને ફોલો કરી રહી છે.
