મુંબઈ
ભૂમિ પેડનેકર પોતાના ઈસ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી વખત મનમોહક ફોટોસ અને વીડિયો શેર કરતી રહે છે. પ્રશંસકો તેના ફિલ્મોમાં નિભાવવામાં આવેલી ભૂમિકાના તો દીવાના છે, સાથે તેની બોલ્ડ અદાઓને જાેઈ દર્શકો તેણા જબરા ફેન બની ગયા છે. સનકિસ્ડ ફોટોમાં મિનિમલ મેકઅપ અને બોલ્ડ લુકની સાથે સોશિયલ મીડિયા પર પોતાનો નવો અવતાર દેખાડ્યો છે. ખુલ્લા વાળ, મસ્તાની ચાલ, ભૂમિના આ નવા અવતારે ઈન્ટરનેટનો પારો ઉંચકાવી દીધો છે. અને આ પહેલી વખત નથી, જ્યાં ભૂમિએ પોતાની કાતિલ નજરનો જાદૂ ચલાવ્યો હોય, તે રોજ ગ્લેમરનો તડકો લગાવતી જાેવા મળી રહી છે. ભૂમિની આ તસવીરો પર ચાહકોએ કોમેન્ટ સેશન્સ ભરી નાંખ્યું છે, આ ફોટોઝને જાેઈ તેના પ્રશંસકો લટ્ટૂ થઈ રહ્યા છે.
