Maharashtra

અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર લગ્ન કરવાના છે

મુંબઈ
બોલીવુડના મોસ્ટ રોમેન્ટિક અને લવેબલ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ટૂંક સમયમાં પરિણય સૂત્રમાં બંધાઈ શકે છે. રિપોર્ટ્‌સનું માનીએ તો અર્જુન અને મલાઈકા પોતાની લવ રિલેશનશીપને લઈને હવે એક નવું નામ આપવા માટે તૈયાર છે. જી, હા લવ બર્ડ્‌સ લગ્ન કરવા માટે તૈયાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરીને એકબીજાના હમસફર બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે રોમેન્ટિક કપલ આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં વિન્ટર વેડિંગ કરી શકે છે. રિપોર્ટ્‌સમાં એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે બોલીવુડના નવા ટ્રેન્ડને ફોલો કરતાં અર્જુન અને મલાઈકા ઈન્ટીમેટ વેડિંગ કરવા ઈચ્છે છે. બંનેના લગ્ન મુંબઈમાં તેમના મિત્રો અને ફેમિલીની હાજરીમાં થશે. પોતાના લગ્નને રજિસ્ટર કરાવ્યા પછી અર્જુન અને મલાઈકા ફેમિલી, ઈન્ડસ્ટ્રીના લોકો માટે એક શાનદાર વેડિંગ પાર્ટી પણ હોસ્ટ કરી શકે છે. પોતાના લગ્ન પર મલાઈકા લહેંગા નહીં પરંતુ સિમ્પલ અને ક્લાસિક સાડી પહેરશે. જ્યારે અર્જુન આ પ્રસંગે ખાસ કુર્તા પહેરશે. લગ્ન પછી વેડિંગ પાર્ટીમાં લવ બર્ડ્‌સ વેસ્ટર્ન આઉટફિટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. અર્જુન અને મલાઈકાના લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે. હવે બંનેના વિન્ટર વેડિંગને સમાચારે ફેન્સને સુપર એક્સાઈડેટ કરી દીધા છે. ત્યારે એ જાેવાનું રહેશે કે બોલીવુડનું આ કપલ ક્યારે લગ્ન કરે છે.

India-Bollywood-Film-Actress-Malaika-Arora.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *