Maharashtra

અમે ગઠબંધનમાં બરબાદ કર્યા પોતાના ૨૫ વર્ષ ઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈ
મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મોંઘવારીની વાત કોઈ કરતુ નથી. અમે ભાજપ સાથે ગઠબંધનને કારણે અમારા ૨૫ વર્ષ ખરાબ કર્યા, તે સૌથી ખરાબ છે. નકલી હિન્દુત્વ પાર્ટી જે પહેલા અમારા સાથે હતી. તેમણે આગળ કહ્યું કે, અમારૂ હિન્દુત્વ ગદાધારી છે. જમ્મુ-કાશ્મીરમાં તાલુકા કાર્યાલયમાં આતંકીઓએ રાહુલ ભટની હત્યા કરી, હવે તમે (ભાજપ) શું કરશો? શું તમે ત્યાં હનુમાન ચાલીસા વાંચશો? શિવસેના પ્રમુખ ઠાકરેએ આગળ કહ્યુ કે, શિવસેનાના મુખપત્ર સામનાએ ક્યારેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અનુમાન નથી કર્યુ. પરંતુ રાજ્ય તથા રાષ્ટ્રીય મહત્વના મુદ્દાને ઉઠાવ્યા છે. આ સાથે તેમણે તે પણ સ્પષ્ટ કર્યુ કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસોને ક્યારેય સફળ થવા દેવામાં આવશે નહીં. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે જાણકારી આપી છે કે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે ૧૫ જૂને અયોધ્યા જશે. તેમણે તે સ્પષ્ટ કર્યુ નથી કે આદિત્ય અયોધ્યામાં કોઈ સભા કે રેલી કરવાના છે કે માત્ર પાર્ટીના લોકો સાથે બેઠક કરવા જઈ રહ્યાં છેએક સમયે ગઠબંધનના સાથી શિવસેના અને ભાજપ હવે એકબીજા પર પ્રહાર કરવાની કોઈ તક ગુમાવતા નથી. બંને પાર્ટી હિન્દુત્વના નામ પર આશરે ૨૫ વર્ષ સાથે રહી તો હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપને હિન્દુત્વને લઈને નિશાન સાધ્યુ છે. તેમણે મુંબઈમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, ભાજપ સાથે ગઠબંધન કરવામાં તેમની પાર્ટીના ૨૫ વર્ષ ખરાબ થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *