Maharashtra

અમે શિવસેનામાં જ છીએ, હિન્દુત્વને આગળ લઈ જઈશું; ટૂંક સમયમાં મુંબઈ જઈશું ઃ શિંદે

મુંબઇ
મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે આટલા સમયથી મૌન ભાજપ હવે સરકાર બનાવવા એક્શનમાં આવતી હોય એવું લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે મોટા રાજકીય ફેરફારો કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. એ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે આ સપ્તાહના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં નવી સરકાર બની જાય એવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસના ઘરે બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.
ભાજપના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી પાર્ટીને પાડવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભાજપના આ સિનિયર નેતાએ કહ્યું હતું કે જાે બધું બરાબર રહેશે તો અમે શનિવારે અથવા રવિવારે નવી સરકારની સ્થાપના થાય એવી આશા રાખી શકીએ છીએ.શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે એવી સંપૂર્ણ શક્યતા છે. તેમાં શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. એ ઉપરાંત શિંદે જૂથના ૮ કેબિનેટ મંત્રી અને ૫ રાજ્યમંત્રીને પણ સરકારમાં સ્થાન મળે એવી શક્યતા છે, જ્યારે ૨૯ કેબિનેટ મંત્રી ભાજપમાંથી બનાવવામાં આવશે.
શિંદે જૂથ સાથે અત્યારે હાલની સરકારના ૮ મંત્રી છે. આ સંજાેગોમાં શિંદે જૂથ એ જ મંત્રાલય ઈચ્છશે જે ધારાસભ્યો પાસે પહેલેથી છે, કારણ કે છેલ્લા એક મહિનાથી તેમના દ્વારા લેવામાં આવેલા ર્નિણયોને ઉદ્ધવ સરકારે રોકી દીધા હતા. એકનાથ શિંદે ઈચ્છે છે કે જે અપક્ષ ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે આવ્યા છે તેમને બીજેપી તેમના કોટામાંથી મંત્રી બનાવે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં એમવીએ સરકાર પાડવા માટે ભાજપ હાઈકમાન્ડના આદેશની રાહ જાેવામાં આવી રહી છે. શિવસેનામાં ફૂટ અને ભાજપ અથવા મનસે સાથે જાેડાવવા વિશે એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેઓ અસલી શિવસેનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તો ભાજપ અથવા મનસે સાથે જાેડાવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે જાે વિશેષ સત્રમાં બળવાખોર ધારાસભ્યો ના આવવાથી સરકાર પડશે અને નવા મુખ્યમંત્રીની પસંદગી કરાશે તો તેઓ તાત્કાલિક નવા સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેશે, જે શિંદેની આગેવાનીવાળા જૂથને અસલી સેના સ્વરૂપે માન્યતા આપશે. નેતાએ કહ્યું હતું કે યોજનાઓનું ફુલપ્રૂફ હોવું જરૂરી છે. તેમણે એમ કહ્યું હતું કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર સાથે મળીને વહેલી સવારે શપથ લીધા અને ૨ દિવસમાં સરકાર પડી ગઈ એવી સ્થિતિ તેઓ નથી ઈચ્છતા.
એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે કે આગામી એક-બે દિવસમાં જ એકનાથ શિંદે મુંબઈ પહોંચી શકે છે અને ફ્લોર ટેસ્ટની અપીલ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને આપી શકે છે. રિપોર્ટ પ્રમાણે, એક અન્ય યોજના એવી પણ છે કે ભાજપ પણ ફ્લોર ટેસ્ટ માટે કોશિયારીને પત્ર સોંપી શકે છે. જાે રાજ્યપાલ વિશેષ સત્ર બોલાવશે તો પાર્ટી એ નક્કી કરશે કે બળવાખોર ધારાસભ્યોએ હાજર રહેવું કે નહીં. આ રીતે એમવીએ સરકાર પડવાનું નક્કી થઈ જશે.
ગુવાહાટીની હોટલમાં હાજર શિવસેનાનો બળવાખોર જૂથનાં નેતા એકનાથ શિંદે આજે મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતુ કે અમે શિવસેનામાં જ છીએ. અમે પાર્ટી છોડી નથી. અમે હિન્દુત્વના મુદ્દાને આગળ લઈ જઈ રહ્યા છીએ. શિંદેએ ટૂંક સમયમાં જ મુંબઈ જવાની વાત પણ કરી હતી. ગુવાહાટીમાં ઉપસ્થિત શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ પોતાની સાથે ૪૦ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.જયારે આદિત્ય ઠાકરેએ દાવો કર્યો કે ૧૫થી ૨૦ બળવાખોર ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેમને મને અને શિવસૈનિકને ફોન કરીને ગુવાહાટીથી પરત લાવવાની અપીલ કરી છે. પહેલા સુરત અને પછી ગુવાહાટીમાં તેમની સ્થિતિ કેદીઓ જેવી છે.ભાજપના સૂત્ર પ્રમાણે મહાવિકાસ અઘાડીની સરકાર હવે અલ્પમતમાં છે અને વિધાનસભામાં તે ટુંક સમયમાં સાબિત પણ થઇ જશે અને ભાજપની નવી સરકાર બનશે

file-02-page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *