Maharashtra

અલ્લુ અર્જુનને બોલિવુડની હિન્દી ફિલ્મની ઓફર મળી

મુંબઈ
અલ્લુ અર્જુનની પુષ્પા હિન્દી વર્ઝનમાં ખુબ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે બાહુબલી અને દ્ભય્હ્લને પણ પાછળ રાખી દીધી છે. પ્રભાસે બાહુબલી પછી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તે ઘણી બોલિવૂડ ફિલ્મો પણ કરી રહ્યો છે. બોલિવૂડમાં અલ્લુ અર્જુનના કામને લઈને હાલ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જાે કે અલ્લુએ પણ આ વાતને નકારી નથી, પરંતુ એટલું સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર મુખ્ય ભૂમિકામાં જ કામ કરશે.તમને જણાવી દઈએ કે, ‘પુષ્પા’એ હિન્દી વર્ઝનમાં અત્યાર સુધીમાં ૫૬.૬૯ કરોડની કમાણી કરી છે.સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’માં તેના શાનદાર અભિનયને કારણે ખુબ ચર્ચામાં છે. અલ્લુ અર્જુન માત્ર સાઉથનો જ નહીં પણ બોલિવૂડ ફિલ્મમા દર્શકોનો પણ ફેવરિટ કલાકાર બની ગયો છે. તેની ફિલ્મનુ હિન્દી વર્ઝન બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ફિલ્મ નિર્માતાઓની નજર હવે અલ્લુ અર્જુન પર છે. પોતાના બોલિવૂડ ડેબ્યૂ વિશે વાત કરતા અલ્લુએ જણાવ્યુ છે કે તે બોલિવૂડમાં ક્યારે કામ કરશે ? તેને હિન્દી ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી છે પરંતુ દર્શકોએ રાહ જાેવી પડશે. કારણ કે મને એક ફિલ્મની ઓફર મળી છે પરંતુ તે બહુ રોમાંચક નથી. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા વિતાવ્યા પછી, અર્જુન કહે છે કે જ્યારે તે કોઈ બોલિવૂડ ફિલ્મમાં અભિનેતાના સહાયકની ભૂમિકા ભજવવા માંગતો નથી. તેણે વધુમાં કહ્યુ કે, જ્યારે આપણે જે ફિલ્મો કરીએ છીએ તેના હીરો હોય છે. જાે કોઈ બોલિવૂડ નિર્માતા આવવા માંગે છે તો તે એવી ઓફર લઈને આવે જેમાં હીરોનો રોલ હોય. આ સિવાય મને કોઈ વાતમાં રસ નહીં પડે અને તે સારી રીતે સમજવું પડશે. ઉપરાંત કહ્યુ કે, તમે કોઈ મોટા સ્ટાર પાસેથી બીજી ભૂમિકા ઓફર કરો તેનો કોઈ અર્થ નથી, તેનાથી ફિલ્મને જ નુકસાન થાય છે.

Allu-Arjun-offer-Bollywood-Work.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *