Maharashtra

અલ્લુ અર્જુન અને રામ ચરણની જાેડી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવશે

મુંબઈ
ફિલ્મમાં મોટા સ્ટાર્સને એક સાથે સિલ્વર સ્ક્રીન પર જાેવા કોઈપણ દર્શક માટે અનેરો અવસર બની રહે છે. અગાઉ, શાહરુખ ખાન અને સલમાન ખાનને એક સાથે ફિલ્મ ‘કરણ અર્જુન’માં સાથે જાેઈ ચૂકેલા દર્શકો આજે પણ તે ફિલ્મની સિક્વલની રાહ જાેઈ રહ્યા છે. અનેકવાર બોલિવૂડના ત્રણ સ્ટાર ખાન્સ સલમાન, શાહરુખ અને આમિરને એક જ ફિલ્મમાં એક સાથે જાેવાની ઈચ્છા દર્શકો અને તેમના ફેન્સ દર્શાવી ચૂક્યા છે પણ અત્યારસુધી તેવી કોઈ ફિલ્મની એનાઉન્સમેન્ટ શક્ય બની નથી, પરંતુ બે સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર્સ નજીકના સમયમાં જ એક જ ફિલ્મમાં નજર આવે તેવા રિપોર્ટ્‌સ સામે આવ્યા છે. ફિલ્મ ‘ઇઇઇ’માં સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ અને રિલીઝ પછી પાન ઈન્ડિયા સ્ટાર્સ બની ચૂકેલા રામ ચરણ અને જુનિયર એનટીઆરની જાેડીએ ફિલ્મમાં કમાલ અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ, હવે વધુ એક સાઉથ ઈન્ડિયન સ્ટાર્સની જાેડી સાથે જાેવા મળી શકે છે. સુપર સ્ટાર્સ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે આ વિશે માહિતી આપી છે. અરવિંદે કહ્યું હતું કે, હું અલ્લુ અર્જુન અને રામ ચરણને એક સાથે મોટી સ્ક્રીન પર જાેવા ઈચ્છું છું અને તેમને બંનેને સાથે લઈને એક ફિલ્મન બનાવવા માગુ છું. આ માટે મેં ફિલ્મનું ટાઈટલ પણ રજીસ્ટર્ડ કરાવી દીધું છે અને હું તેને દર વર્ષે રિન્યૂ પણ કરાવી રહ્યો છું. મને ખાતરી છે કે, ટૂંક સમયમાં જ મારો આ ડ્રિમ પ્રોજેક્ટ આકાર લેશે. વાસ્તવમાં અલ્લુ અર્જુન અને રામ ચારણ બંને કઝીન ભાઈઓ છે અને બંનેના મમ્મીના પક્ષેથી તેઓ જાેડાયેલા છે. અલ્લુ અને રામ ચરણ અનેકવાર ફેમિલી ફંક્શનમાં સાથે જાેવા મળી ચૂક્યા છે અને અર્જુનના પિતા સિવાય તેમના ફેન્સ પણ આ બંનેને સિલ્વર સ્ક્રીન શેર કરતાં જાેવા માટે ઉત્સુક છે અને એક બિગ બજેટ ફિલ્મમાં બંને સુપર સ્ટાર્સને એક્શન અવતારમાં જાેવા ઈચ્છે છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *