Maharashtra

અલ્લૂ અર્જુને દારૂને પ્રમોટ કરતી કરોડોની જાહેરાત ઠુકરાવી જીતી લીધા ફેન્સના દિલ

મુંબઈ
દરેક વખતે અલ્લુ અર્જુન તેના દમદાર પર્ફોમન્સથી ચાહકોના દિલ જીતી લે છે! ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં દમદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ અલ્લુ અર્જુન ફરીથી તેના ફેન્સના દિલો પર છવાઇ ગયા છે. જાે અહેવાલોની માનીએ તો અભિનેતાએ તાજેતરમાં પાન મસાલા માટેની એક જાહેરાતને ના પાડી દીધી હતી અને કરોડોની ડીલને ઠુકરાવી દીધી હતી. તેમણે કોઈપણ પ્રકારના પાન મસાલાને સમર્થન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે અલ્લુ અર્જુને લિકર કંપનીની જાહેરાતને ઠુકરાવી દીધી છે. કોલમનિસ્ટ અને ઇન્ડસ્ટ્રી ઓબ્ઝર્વર મનોબાલા વિજયબાલને આ અંગેની માહિતી આપતા ટ્‌વીટ કર્યું છે. મનોબાલા કહે છે કે, અલ્લુ અર્જુને ૧૦ કરોડની ડીલની ઓફર સાંભળતા જ ઠુકરાવી દીધી હતી. ન તો તેને પાન મસાલા ઉમેરવામાં રસ છે કે ન તો કોઈ દારૂની કંપનીને પ્રમોટ કરવામાં રસ છે. ફેમિલી મેનની ઈમેજને ધ્યાનમાં રાખીને અલ્લુ અર્જુને ર્નિણય લીધો છે કે તે કોઈપણ ગેરકાયદેસર કે હાનિકારક દવાઓનો પ્રચાર નહીં કરે. તેઓએ પસંદગીની કંપનીઓને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે. મનોબાલાએ ટિ્‌વટ કરીને લખ્યું કે, “અલ્લુ અર્જુને ૧૦ કરોડની ડીલની ઓફર ઠુકરાવી દીધી છે. અલ્લુ અર્જુન ગુટખા અને દારૂ બનાવતી કંપનીને પ્રમોટ નહીં કરે. અલ્લુ અર્જુન સામાન્ય રીતે કોઈપણ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે ૭.૫ કરોડ રૂપિયા લે છે. અભિનેતાને પ્રેમ, જે રીતે તે તેના સિદ્ધાંતો જાળવી રહ્યો છે.” અલ્લૂ અર્જુને પુષ્ષા- ધ રાઇઝ બાદથી જ પોતાની ફીમાં વધારો કર્યો છે. કોઇ પણ એડમાં બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે પણ આલ્લૂ અર્જુને પૈસા વધાર્યા છે. અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા-ધ રાઇઝે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. રીપોર્ટ્‌સ અનુસાર, અલ્લૂ અર્જુન, કોમર્શિયલ એન્ડોર્સમેન્ટ માટે ૭.૫ કરોડ ચાર્જ કરે છે. અલ્લૂ અર્જુન રેડબસના બ્રાન્ડ એમ્બેસેડર છે. આજકાલ ઝોમેટો, કોકા-કોલા, કેએફસી અને એસ્ટ્રલ પાઇપ્સ જેવી બ્રાન્ડ્‌સ સાથે પણ જાેડાયેલા છે. જાેકે, અલ્લૂ અર્જુન ગુટખા અને દારૂની કંપનીઓને એન્ડોર્સ કરવાથી બચી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, કેજીએફ ફેમ યશે પણ પાન મસાલાની જાહેરાત કરવાની મનાઇ ફરમાવી દીધી હતી.

File-01-Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *