મહારાષ્ટ્ર
આઈએએસ ટીના ડાબીએ સોશિયલ મીડિયા પર પતિ પ્રદીપ ગવાંડે સાથે તસવીરો શેર કરી છે. ફોટોમાં આ આઈએએસ કપલ ગોવામાં એન્જાેય કરતું જાેવા મળી રહ્યું છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા ટીનાએ પ્રદીપ ગવાંડે સાથે બીજા લગ્ન કર્યાં છે. ટીનાએ પતિ પ્રદીપ ગવાંડે સાથે તસવીર શેર કરતા લખ્યું- ન્ર્દૃી ર્ંક સ્અ ન્ૈકી. લગ્નના થોડા દિવસ બાદ ટીના ડાબીએ લગ્નનો એક આલ્બમ શેર કર્યો હતો. હવે ટીનાની ગોવાની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં ટીના પોતાના પતિ સાથે બીચ પર જાેવા મળી રહી છે. પ્રદીપ ગવાંડે રાજસ્થાન પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર છે. તો ટીના ડાબી રાજસ્થાન સરકારમાં સંયુક્ત સચિવ નાણા (કર) ના પદ પર તૈનાત છે. બંનેએ ૨૦ એપ્રિલે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલા ટીના સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી. ૈંછજી ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેએ ૧૫-૨૦ સંબંધીઓ અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ કપલે જયપુરની એક આલીશાન હોટલમાં લગ્નનું રિસેપ્શન પણ રાખ્યું હતું. ટીના અને પ્રદીપની મુલાકાત કોવિડ મહામારી દરમિયાન થઈ હતી. લગ્નમાં ટીના વાળમાં ગજરો અને ગોલ્ડન કલરની સાડી પહેરીને જાેવા મળી હતી. તો પ્રદીપ પણ સફેત કુર્તા-પાયજામામાં જાેવા મળ્યો હતો.
