મુંબઈ
આઇપીએલ ૨૦૨૨ ૨૬ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલમાં ૨ નવી ટીમો પણ જાેડાઈ છે. હવે ટીમોની કુલ સંખ્યા ૧૦ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત રમતા જાેવા મળશે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ ઇન્ડીયન પ્રિમીઅર લિંગ માટે તૈયાર છે. રવિવારે ટીમે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. અહીં ટીમની જર્સી સામે આવી હતી.જ્યારે હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે શું તે આગામી સિઝનમાં બોલિંગ કરતો જાેવા મળશે, તો આના પર પંડ્યાએ કહ્યું કે, હું આ અત્યારે કહી શકતો નથી, તેને સરપ્રાઈઝ થવા દો. ગુજરાત ટાઇટન્સે આઈપીએલની હરાજી પહેલા હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને ડ્રાફ્ટ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને ૧૫-૧૫ કરોડ અને શુભમન ગિલને ૮ કરોડની રકમમાં ડ્રાફ્ટ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો સુકાની જાહેર કર્યો છે. ગુજરાત ટાઇટન્સ ટીમે મેગા ઓક્શન ૨૦૨૨ માં ઘણા સારા ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ૬.૨૫ કરોડમાં ખરીદ્યો હતો. હાર્દિક પંડ્યા ૧૧ ટેસ્ટ, ૬૩ ઓડીઆઇ અને ૫૪ ટી૨૦ મેચ રમ્યો છે. ૨૮ વર્ષીય હાર્દિકે ટેસ્ટ ક્રિકેટમાં ૫૩૨ રન બનાવ્યા છે જ્યારે ઓડીઆઇ અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ અનુક્રમે ૧૨૮૬ રન અને ૫૫૩ રન બનાવ્યા છે. ઓડીઆઇ ક્રિકેટમાં તેની સરેરાશ ૩૨.૯૭ છે, જ્યારે ટી૨૦આઈમાં તેની સરેરાશ ૨૦.૪૮ છે. બોલ સાથે, મધ્યમ ગતિએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૭ વિકેટ લીધી છે. હાર્દિ પંડ્યાએ ઓડીઆઇ ક્રિકેટમાં ૫૭ વિકેટ અને ટી૨૦ ક્રિકેટમાં ૪૨ વિકેટ ઝડપી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંડ્યાનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે ઈન્ડિયન ટી૨૦ લીગમાં ૯૨ મેચ રમી છે. આ દરમિયાન પંડ્યાએ ૧૪૭૬ રન બનાવ્યા છે અને આ લીગમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૫૩.૯૧ છે. જમણા હાથના બેટ્સમેન હાર્દિક પંડ્યાની ટુર્નામેન્ટમાં સરેરાશ ૨૭.૩૩ છે અને આ માર્કી ટૂર્નામેન્ટમાં તેના નામે ચાર અડધી સદી પણ છે. તો તેણે આઈપીએલમાં ૪૨ વિકેટ ઝડપી છે. આ લીગમાં તેની બોલિંગ એવરેજ ૩૧.૨૬ છે અને સ્ટ્રાઈક રેટ ૨૦.૬૯ છે. તે વર્ષ ૨૦૧૫ થી ઇન્ડિયન પ્રીમિયર લીગનો નિયમિત ભાગ છે. આ સિઝનમાં તે પોતાની નવી ફ્રેન્ચાઈઝી માટે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.