Maharashtra

આઈપીએલમાં ૨૨ વિકેટ લેનાર બીજાે બોલર યુઝવેન્દ્ર ચહલ બન્યો

મુંબઈ
રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨માં ઈતિહાસ રચ્યો છે. તેણે શનિવારે પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટ ઝડપી એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે રાજસ્થાનની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધીમાં ૧૧ મેચ રમીને ૨૨ વિકેટ ઝડપી છે. આ સાથે તે આઇપીએલના ઇતિહાસની કોઇ પણ સિઝનમાં ૨૦ કે તેથી વધુ વિકેટ લેનારો બીજાે બોલર અને પ્રથમ સ્પિનર બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ મેળવી હતી. ચહલે તેની ૈંઁન્ કારકિર્દીની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર થી કરી હતી. તે છેલ્લી સિઝન સુધી આ ટીમ તરફથી રમ્યો હતો. આરસીબીએ ચહલને ટીમમાંથી મુક્ત કર્યો હતો. બાદમાં વર્ષ ૨૦૨૨માં મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે ચહલને ૬.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ ઇઝ્રમ્ તરફથી રમતા ચહલે ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૨૦ની સિઝનમાં ૨૦ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. લસિથ મલિંગા આ સિઝનમાં રાજસ્થાન ટીમનો બોલિંગ કોચ પણ છે. કોઈપણ ૪ સિઝનમાં ૨૦ કે તેથી વધુ વિકેટ લેનાર મલિંગા ૈંઁન્નો પ્રથમ બોલર હતો. મલિંગાએ ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૫ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા વિકેટો ઝડપી હતી. મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૫ વિકેટે ૧૮૯ રન બનાવ્યા હતા. જાેની બેયરસ્ટોએ ૪૦ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ ૧૮ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે ૪ વિકેટે ૧૯૦ રન બનાવીને મેચ જીતી લીધી હતી. યશસ્વી જયસ્વાલે ૪૧ બોલમાં ૬૮ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

yujevendra-chahal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *