Maharashtra

આજની નવી પેઢીને આવા મહાન રાજાઓ વિશે જાણવું જરૂરી છે ઃ અક્ષય કુમાર

મુંબઈ
આગામી શુક્રવારે દેશના પરાક્રમી અને મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના આદર્શ જીવન અને બહાદુરીની કથા વર્ણવતી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મના મુખ્ય કલાકાર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સાથે ફિલ્મના ડિરેક્ટર પદ્મશ્રી ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ૪જયારે તમે ડૉ. દ્વિવેદી જેવા વ્યક્તિ સાથે કામ કરતા હોવ ત્યારે તમે નિશ્ચિત ફીલ કરો છો કારણ કે તેમનું રિસર્ચ ગજબનું છે. તેમણે અનેક ગ્રંથ સ્ટડી કર્યા છે અને ત્યારબાદ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. એટલે ફિલ્મ માટે મેં તરત જ હા પાડી દીધી હતી અને આ ફિલ્મમાં એક્ટિંગની સાથે પ્રોડ્યુસર તરીકે પણ હું જાેડાઈ ગયો. સમ્રાટ પૃથ્વીરાજના ઈતિહાસને વ્યૂઅર્સ સમક્ષ રજૂ કરવાનો આ અનોખો અવસર છે. આજની નવી પેઢીને આવા મહાન રાજાઓ વિશે જાણવું જરૂરી છે અને ફિલ્મ પણ ખૂબ સુંદર રીતે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને ઈતિહાસથી અવગત કરવાનો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અદભુત છે. દરેક સીનને ચીવટપૂર્વક લખવામાં આવ્યા છે. અમે પહેલા જ જાણતા હતા કે કોને શું કરવાનું છે. બધા જ જાણે છે કે હું દરરોજ ફક્ત ૮ કલાક જ કામ કરું છું અને મેં આ ફિલ્મના મારા સીન ફક્ત ૪૨ દિવસમાં જ શૂટ કર્યાં છે. આ બિગ બજેટ ફિલ્મના પ્રોડક્શનના તમામ ક્રૂ મેમ્બર્સે ખૂબ જ મહેનત કરી છે અને જયારે તમારા ડિરેક્ટર તેમના વિઝનને લઈને ક્લિયર હોય કે તેમને શું જાેઈએ છે પછી ફિલ્મને જલ્દી પૂરી કરવામાં લેટ કેવી રીતે થઈ શકે? ઈન્ડસ્ટ્રીમાં મેં સાંભળ્યું છે અને જાેયું છે કે, અનેક એક્ટર્સ આવી પિરીયોડીક ફિલ્મના કિરદારની તૈયારી કરવા માટે ઘણો સમય લે છે અને હું ચોંકી ઉઠું છું કે, આટલો સમય લાગે છે કેવી રીતે? તમે એક્ટિંગ કરવા સેટ પર જાઓ છો. તમે તમારું કામ સમયસર કરો અને જે નિર્માતા કરોડો રૂપિયા ખર્ચીને ફિલ્મ બનાવી રહ્યા છે તેનું તો વિચારો ! હું શરૂઆતથી જ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સનો ફેવરેટ રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, મેં જેટલું પણ કામ કર્યું છે તે ડેડિકેશનથી કર્યું છે અને સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં મેં જે એક્ટિંગ કરી છે તેનાથી ડિરેક્ટર ખુશ છે અને હું પણ સંતુષ્ટ છું. હું ડિરેક્ટર પહેલા એક રાઈટર છું. હું દરરોજ કંઈકને કંઈક લખતો રહું છું. ઘણા વર્ષોના રિસર્ચ અને વાંચન બાદ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ છે અને હું સમ્રાટ પૃથ્વીરાજના ઈતિહાસ અને પરાક્રમોને દર્શકો સમક્ષ ભવ્ય રીતે રજુ કરવા ઈચ્છતો હતો. હું સારા પ્રોડ્યુસર અને એક્ટરની શોધમાં હતો. જયારે યશ રાજ ફિલ્મ્સ આ ફિલ્મને પ્રોડ્યુસ કરવા તૈયાર થઈ અને તેમાં અક્ષયનો પ્રોડ્યુસર અને એક્ટર તરીકે સાથ મળ્યો ત્યારે મને થયું કે મારી સ્ટોરીને હવે ન્યાય મળવા જઈ રહ્યો છે. તેઓ ૧૫૦થી વધુ ફિલ્મો કરી ચૂક્યા છે અને તેમની સાથે કામ કરવા દરેક ડિરેક્ટર તૈયાર છે. તેમનું ડિસિપ્લિન અને ડેડિકેશન ગજબનું છે. તેઓ દરરોજ જેટલો સમય સેટ પર રહે છે તેમાં તેઓ શિડ્યુલ કરતા પણ વધુ કામ કરવા માટે તૈયાર હોય છે. તેમનું કામ બાબતે પોઝિટિવ એટીટ્યુડ મારા હૃદયને સ્પર્શી ગયું. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની દરેક સિક્વન્સમાં તેમણે બખૂબી કામ કર્યું છે. આ સાથે જ, તેમની કામ કરવાની સ્ટાઈલના કારણે અમે ‘રામસેતુ’ અને ‘ઓહ માય ગોડ ૨’ નું શૂટિંગ પણ પૂરું કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *