મુંબઈ
પ્રવિણ તાંબે નામ તો તમે સાંભળ્યું જ હશે. તે એટલા માટે ચર્ચામાં છે કારણ કે ૧ એપ્રિલે તેના પર બનેલી ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર પણ રિલીઝ થઈ રહી છે. કોણ છે પ્રવીણ તાંબે? આ સવાલનો જવાબ છે તેમના પર બનેલી ફિલ્મ. આ ફિલ્મ તેના જીવન સાથે જાેડાયેલા તમામ રહસ્યો જાહેર કરશે. દરેક પાસાને સ્પર્શશે. પરંતુ, તે પહેલા તેણે એક યુટ્યુબ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં કેટલીક બાબતોનું રહસ્ય ખોલ્યું છે. આ ઈન્ટરવ્યુમાં તેણે ઘણી વાતો કહી, પરંતુ સૌથી મોટી વાત તેની સફળતાનું રહસ્ય હતું, જેની પાછળ તેણે રાહુલ દ્રવિડનો હાથ હોવાનું જણાવ્યું. વ્યક્તિ ત્યારે સફળ બને છે જ્યારે તેને પોતાની ઓળખ સ્થાપિત કરવાની તક મળે છે. અને જાે પ્રવીણ તાંબેની વાત માનીએ તો રાહુલ દ્રવિડે તેને આ મોટી તક આપી હતી. ‘જીॅર્િંજ ુૈંર ઇટ્ઠદૃૈજર’ નામની યુટ્યુબ ચેનલમાં વાતચીત સમયે પ્રવીણ તાંબેએ રાહુલ દ્રવિડને પોતાના માટે બધું જ કહ્યું હતું. તેણે કહ્યું કે આજે હું જે કંઈ પણ છું તે રાહુલ સરના કારણે છું. પ્રવીણ તાંબેએ યુટ્યુબ ચેનલ પર કહ્યું, “જ્યારે લોકો મને મારી ઉંમર અંગે પૂછપરછ કરી રહ્યા હતા. તે દરમિયાન રાહુલ સાહેબે મારું પ્રદર્શન જાેયું. મારા બોલની અસર જાેઈ. આજે હું જે કંઈ છું તે રાહુલ સાહેબના કારણે છું. આઈપીએલમાં તેમના હાથ નીચે રમવાનું, તેની સાથે વાત કરવાનું મારું સપનું હતું, જે સાકાર થયું. પ્રવીણ તાંબેએ યુટ્યુબ ચેનલ પર કહ્યું, “જ્યારે લોકો મને મારી ઉંમર અંગે પૂછપરછ કરી રહ્યા હતા. તે દરમિયાન રાહુલ સરે મારું પ્રદર્શન જાેયું. મારા બોલની અસર જાેઈ. આજે હું જે કંઈ છું તે રાહુલ સરના કારણે છું. આઈપીએલમાં તેના માર્ગદર્શનમાં રમવાનું, તેની સાથે વાત કરવાનું મારું સપનું હતું, જે સાકાર થયું. તેણે કહ્યું, “રાહુલ સર મને કહેતા હતા કે જાઓ અને પરફોર્મ કરો. તેમના આ શબ્દો મને પ્રેરણા આપતા હતા. તેમના આ શબ્દો મને હંમેશા આગળ વધવાની પ્રેરણા આપતા હતા. અને, હું વધતો રહ્યો.” ૨૦૧૩માં ૈંઁન્માં ડેબ્યૂ કરનાર પ્રવીણ તાંબેએ આ લીગની ૩૩ મેચમાં ૨૮ વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે ૨૦૧૩માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ૨ મેચમાં ૨ વિકેટ લીધી હતી. વર્ષ ૨૦૧૭માં તેણે લિસ્ટ છમાં પણ પ્રવેશ કર્યો હતો. આમાં તેણે ૬ મેચ રમી અને ૫ વિકેટ લીધી. હવે પ્રવીણ તાંબે પર આવનારી ફિલ્મથી લોકોને તેમના વિશે, તેમના સંઘર્ષ વિશે વધુ જાણવાની તક મળશે. ફિલ્મમાં પ્રવીણ તાંબેની ભૂમિકા શ્રેયસ તલપડેએ ભજવી છે. ટ્રેલર આવી ગયું છે, જેને જાેઈને ફિલ્મની સુંદરતાનો અંદાજાે લગાવી શકાય છે.
