Maharashtra

આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું… ૨૫ હજાર મોકલો !…

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં એક ફોન કોલની ચર્ચા જાેરશોરથી થઈ રહી છે. કારણ કે આ કોલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નામથી કરવામાં આવ્યો હતો અને કોલ કરનારે ૨૫ હજાર રૂપિયાની માંગ કરી હતી. કોલ યુવા સેનાના એક કાર્યકર્તાને કરવામાં આવ્યો હતો. મામલાની ફરિયાદ બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. યુવા સેનાના કાર્યકર્તાની ફરિયાદના આધાર પર પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ખુદને શિવસેના નેતા આદિત્ય ઠાકરે જણાવી ફોન કરવા અને પાર્ટીના યુવા એકમ યુવા સેનાના કાર્યકર્તા પાસે ૨૫ હજાર રૂપિયાની માંગ કરવાનો મામલો સામે આવ્યો છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે મુંબઈ પોલીસ આ પ્રકરણની તપાસ કરી રહી છે. અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી મધ્ય મુંબઈના દાદરનો નિવાસી છે અને તેને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે વોટ્‌સએપ કોલ આવ્યો જેમાં તસવીર આદિત્ય ઠાકરેની લાગી હતી. તેમણે એફઆઈઆરના હવાલાથી જણાવ્યું કે ફોન કરનારે ફરિયાદી પાસે ૨૫ હજાર રૂપિયા માંગ્યા કારણ કે તે પોતાના મિત્રની મદદ કરવા ઈચ્છતો હતો. તેમણે કહ્યું કે, ફોન કરનારે બીજા દિવસે રકમ પરત આપવાની વાત કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફરિયાદીને તત્કાલ થયું કે આ છેતરપિંડીનો પ્રયાસ છે અને તેણે તેની સૂચના શિવસેના પદાધિકારીઓને આપી હતી. અધિકારીએ જણાવ્યું કે શનિવારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે શરૂઆતી તપાસથી જાણવા મળે છે કે જે નંબરથી ફોન કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશનો છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *