Maharashtra

આમિર જેવું ટ્રાન્સફર્મેશન કરવાનું પાકિસ્તાની એક્ટરને પડ્યું ભારે, હાલત ખરાબ થઇ ગઇ

મુંબઈ
બોલિવૂડમાં ‘ખૂબસૂરત’, ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી ફિલ્મો કરી ચૂકેલો પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન આજકાલ ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તેણે પોતાનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. પરંતુ તેને આ ટ્રાન્સફોર્મેશનના કારણે નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ફવાદના જણાવ્યા પ્રમાણે તેની કિડનીએ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ફવાદના કહ્યું હતું કે, તે આ ફિલ્મમાં પોતાના શરીર સાથે પ્રયોગ કરવા માંગતો હતો. તેવી જ રીતે જેમ અંગ્રેજી અભિનેતા ક્રિશ્ચિયન બેલ અને બોલીવૂડ અભિનેતા આમિર ખાન (છટ્ઠદ્બૈિ દ્ભરટ્ઠહ) તેમની ફિલ્મોમાં કરે છે. તેણે એક વાતચીતમાં કહ્યું, “મેં મારી જાત સાથે જે કર્યું તે સારી બાબત નહોતી. હું આવું ફરીથી ક્યારેય નહીં કરું. મેં કેટલાક શંકાસ્પદ વિકલ્પોની પસંદગીઓ કરી છે, જેની મારા પર નકારાત્મક અસર પડી છે.” ફવાદે આ પરિવર્તનની નકારાત્મક અસર વિશે વધુ જણાવતા કહ્યું કે, “આવા તમામ શારીરિક ટ્રાન્સફર્મેશન પાછળ કાળો અંધકાર હોય છે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જાેઈએ કે જ્યારે તમે આ પ્રકારના ટ્રાન્સફોર્મેશન પર ર્નિણય કરો છો તો તેની ખરાબ અસર તમારા શરીર પર પડે છે. અને એવું જ થયું છે. આ કારણે મને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મારી કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.” ફવાદના જણાવ્યા અનુસાર, તેને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. પરંતુ તેમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે તેને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. તે કહે છે, “મને સલાહ આપવામાં આવી હતી કે હું ધીરે ધીરે ચાલું અને કોઈ પણ પ્રકારનો તણાવ ન લઉં.” ફવાદે પોતાની કથળેલી તબિયત પાછળનું સાચું કારણ જણાવતા કહ્યું હતું કે, તેમને ડાયાબિટીસ છે એટલે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હતી. તેણે કહ્યું કે આ ફિલ્મ સાઇન કરતાં પહેલાં એનું વજન લગભગ ૭૩-૭૫ કિલો હતું, પરંતુ એણે પોતાના પાત્ર માટે એ વધારીને ૧૦૦ કિલો કરવું પડયું હતું. તે કહે છે, “મેં ગાંડાની જેમ કલાકો સુધી સખત મહેનત કરી હતી. આવી વસ્તુઓ કરવાની આ યોગ્ય રીત નથી. મારી પાસે સમય મર્યાદિત હોવાથી સંજાેગો એવા બની ગયા કે જેમ બને તેમ કરો. હું ક્રિશ્ચિયન બેલ નથી પણ મેં તેની જેમ અને આમિરની જેમ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફવાદે એમ પણ કબૂલ્યું હતું કે આવું ટ્રાન્સફોર્મેશન રાતોરાત મળી શકતું નથી. બિલાલ લશરી દિગ્દર્શિત ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ પાકિસ્તાની સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં ફવાદ ખાન ઉપરાંત હમઝા અલી અબ્બાસી, માહિરા ખાન અને હુમૈમા મલિક પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ રીલિઝ થવાની છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *