Maharashtra

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ક્યારેય રમકડાંની જીદ નથી કરી ઃ રશ્મિકા મંદાના

મુંબઇ
સાઉથ ઈન્ડિયન બ્યુટી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’માં કમાલની અદાકારી જાેઈને હિન્દી બેલ્ટના દર્શકો હરખાઈ ગયા હતા. રાતોરાત શ્રીવલ્લીના દેશભરમાં કરોડો ફેન્સ બની ગયા હતા. રશ્મિકાએ અત્યારે અલ્લુ અર્જુન સાથે તેની આગામી ફિલ્મ ‘પુષ્પા ૨’નું શૂટિંગ આરંભી દીધું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાનદાર સફળતા મેળવનાર રશ્મિકા અને તેના પરિવારે અનેક મુશ્કેલીઓ વેઠી છે. રશ્મિકાએ જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, અમે બહુ ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યા છીએ. એક સમય એવો પણ હતો કે, ભાડું આપવાની તૈયારી હોવા છતાં અમને રહેવા માટે ઘર નહોતું મળતું. મને યાદ છે કે, મારા બાળપણના સમયે અમે લગભગ દર ૨ મહિને ઘર બદલતાં હતા. મારા પેરેન્ટ્‌સની ફાઈનાન્શિયલ પોઝિશન એટલી ખરાબ હતી કે, તેઓ મને કોઈ રમકડું લઈ આપવા માટે પણ સક્ષમ ન હતા. આ વાત હું બાળપણમાં જ સમજી ચૂકી હતી અને આ કારણે જ કોઈ વસ્તુ ખરીદવા માટે મેં કોઈ દિવસ માતા-પિતા આગળ જીદ નહોતી કરી. આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, મેં કમાયેલા એક-એક પૈસાની હું ઈજ્જત કરું છું. એક એક્ટર તરીકે મને મારા કામથી જે ઓળખાણ મળી છે અને દર્શકોએ મને જે પ્રકારે આ સ્ટેજ સુધી પહોંચાડી છે તેની હું ઈજ્જત કરું છું. મહેનત શું છે તે મને ખબર છે અને આ કારણે જ હું મારા ફેન્સના પ્રેમને કોઈ દિવસ અવગણી શકું નહીં કેમ કે, તેમના કારણે જ હું અહીં સુધી પહોંચી છું. મારી બાળપણની આ બધી યાદોના કારણે જ હું સફળતાનું સન્માન કરું છું અને આ સફળતા પણ જીવનભર મારી સાથે નથી રહેવાની તેની મને ખબર છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *