Maharashtra

આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં પકડનાર સમીર વાનખેડેની ચેન્નઈ બદલી

મુંબઈ
ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારી સમીર વાનખેડેની ચેન્નઈ બદલી કરી દેવામાં આવી છે. ઓર્ડર પ્રમાણે સમીર વાનખેડેને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એનાલિટિક્સ અને રિસ્ક મેનેજમેન્ટ મુંબઈથી ડાયરેક્ટર જનરલ ઓફ ટેક્સપેયર્સ સર્વિસ ચેન્નઈ મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે પાછલા દિવસોમાં આ કેસ પર સુનાવણી કરી રહેલી એનડીપીએસ કોર્ટે આર્યન ખાનને આ મામલામાં ક્લીન ચિટ આપી દીધી હતી, ત્યારબાદ સમીર વાનખેડે પર સવાલો ઉઠી રહ્યાં હતા. આ પહેલાં સમીર વાનખેડે વિરુદ્ધ કેન્દ્ર સરકારે આકરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. મહત્વનું છે કે એનસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે પોતાની તપાસમાં આર્યન ખાન સહિત છ લોકોને દોષી ન ઠેરવ્યા અને તેના વિરુદ્ધ પૂરતા પૂરાવા ન મળવાની વાત કહી છોડી દીધા. આ ડ્રગ્સ કેસ સામે આવ્યા બાદ રાજનીતિ ગરમ થઈ ગઈ હતી. આ મામલામાં એનસીબી અધિકારીઓ પર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક દ્વારા આરોપ લગાવ્યા બાદ એનસીબી હેડ ક્વાર્ટરે આ મામલામાં તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. આ ઇન્વેસ્ટિગેશન ટીમે પોતાની તપાસ દરિયાન અનેક મહત્વપૂર્ણ પાસા પર તપાસ કરી જેમાં સામેલ હતું કે શું આર્યનની ધરપકડના સમયે તેની પાસે માદક પદાર્થ મળ્યો હતો? શું તે ડ્રગ સિન્ડિકેટનો ભાગ નહોતો? તેની ધરપકડ સમયે તેના પર એનડીપીએસ કાયદો લાગૂ થાય કે નહીં? ધરપકડના સમયે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના માપદંડોનું પાલન કરવામાં આવ્યું કે નહીં?

India-Maharashtra-Mumbai-Cruse-Party-Druges-case-Sameer-Wankhede-Transffered-to-Channai.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *