Maharashtra

ઈડીએ રજિસ્ટ્રાર પાસેથી નવાબ મલિકની મિલકતની વિગત માંગી

મહારાષ્ટ્ર
મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ નવાબ મલિકના પરિવારના નામે નોંધાયેલી તમામ મિલકતોના દસ્તાવેજાે માગ્યા છે.તમને જણાવી દઈએ કે, આ પત્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ નવાબ મલિક, તેની પત્ની મેહજબીન અને પુત્ર ફરાઝ મલિકના નામે નોંધાયેલી તમામ સંપત્તિના દસ્તાવેજાે આપવા માંગ કરી છે. મળતી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ પત્ર ૨૪ માર્ચે લખ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પહેલા મલિક પરિવાર પાસેથી આ તમામ દસ્તાવેજાે માંગ્યા હતા, પરંતુ ત્યાંથી તે ન મળતા હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રજિસ્ટ્રાર પાસેથી માહિતી માંગી છે. મુંબઈની વિશેષ અદાલતના આદેશ અનુસાર, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક ૪ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. મલિકની મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૩ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંચ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મલિક ૭ માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કસ્ટડીમાં હતા અને બાદમાં તેમને ૨૧ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકની તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તે પહેલાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની પણ ગયા વર્ષે નવેમ્બરમાં એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતની પત્ની વર્ષાની પણ પૂછપરછ કરી હતી, જ્યારે અનિલ દેશમુખના કેસમાં પક્ષના નેતા અને મંત્રી અનિલ પરબની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શિવસેના સાંસદ ભાવના ગવલી પણ હાલ મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *