મુંબઈ
ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલ છાશવારે પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. બોલીવુડ ગીતો પર લીપ સિંક કરીને તાન્ઝાનિયાના કિલી પોલે ભારતમાં પણ અઢળક લોકપ્રિયતા મેળવી છે. જાે કે હાલમાં જ કિલી પોલે એક વીડિયો અને સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેને જાેઈને તેના ચાહકો ચિંતામાં પડી ગયા. કારણ કે તેમા તે ઘાયલ અવસ્થામાં જાેવા મળ્યા. કિલી પોલે એક વીડિયો શેર કર્યો જેમાં તે બેડ પર સૂતેલા જાેવા મળી રહ્યા છે. કિલી પોલને ઈજા થઈ છે. તેણે કેપ્શનમાં લખ્યું કે લોકો મને નીચે પાડવા માંગે છે પરંતુ ભગવાન મારી સાથે છે. મારા માટે દુઆ કરો. વીડિયોમાં તેના હાથ ઉપર પણ ઈજા થઈ છે અને તે પરેશાન જાેવા મળી રહ્યા છે. કિલી પોલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ પણ લખ્યો જેમાં કહ્યું કે મારા પર ૫ લોકોએ હુમલો કર્યો. તે સમયે હું પોતાને બચાવી રહ્યો હતો અને મારા હાથ અને પગમાં ચાકૂ મારવામાં આવ્યું. કિલી પોલે લખ્યું કે તેમને ૫ સ્ટિચ આવ્યા છે. કિલીએ આ સાથે જ લખ્યું કે તે ૨ લોકોથી પોતાની જાતને બચાવી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ભાગી ગયા. તેમણે એમ પણ લખ્યું કે તેઓ ડંડાથી મારવા આવ્યા હતા અને લોકો તેમને ર્નિદયતાથી મારી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પહેલા પણ ઈજા ઝેલી ચૂક્યા છે. જાે કે આ હુમલો કયા કારણસર થયો તે હજુ પણ જાણવા મળ્યું નથી. બોલીવુડના ગીતો પર લીપ સિંક કરનારા કિલી પોલની તો પીએમ મોદી પણ પ્રશંસા કરી ચૂક્યા છે. તાન્ઝાનિયાના ભાઈ બહેન કિલી અને નીમા પોલ સોશિયલ મીડિયા સ્ટાર કહેવાય છે. ભારતીય ગીતો પર લીપ સિંકે તેમને અત્યંત લોકપ્રિય બનાવી દીધા. પીએમ મોદીએ પણ મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલમાં જ ગણતંત્ર દિવસના અવસરે આપણા રાષ્ટ્રગાન જન મન ગન ગાતો તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. બંને ભાઈ બહેનને ખુબ બીરદાઉ છું. કિલી પોલને તન્ઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં પણ સન્માનિત કરાયા હતા.


