Maharashtra

ઈન્દોર પોલીસે વૈશાલી ઠક્કરનો આરોપી દેશ છોડીને ભાગી રહ્યાનો કર્યો ખુલાસો

મુંબઈ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આત્મહત્યાના કેસમાં પોલીસ મૂળ સુધી પહોંચી ગઈ છે. ઈન્દોર પોલીસ કેસમાં દરેક એન્ગલની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસ વૈશાલીને આત્મહત્યા કરવા માટે ઉકસાવનારા આરોપી રાહુલ નવલાની અને પત્ની દિશાની સામે લુકઆઉટ નોટીસ માટે પ્લાન બનાવી ચુકી છે. આ વચ્ચે ખબર મળી રહી છે કે, કેસના આરોપી રાહુલ નવલાની તેના પરિવારની સાથે દેશ છોડીને રફૂ ચક્કર થવાની તૈયારી કરી રહ્યો છે. આજતકની ખબર અનુસાર, ઈન્દોર પોલીસ વૈશાલીના સુસાઇડ નોટના આધારે સંદિગ્ધ રાહુલ નવલાની અને તેની પત્નીની સામે લુકઆઉટ નોટીસ રજૂ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ઈન્દોર પોલીસ કમિશ્નરનું કહેવું છે કે, રાહુલ શહેરનાં મોટા બિઝનેસમેનમાંથી એક છે અને તે દરેક રીતે સંપન્ન છે, તેથી તે દેશ છોડીને ભાગવાની કોશિશ કરી શકે છે. આ સાથે પોલીસ કમિશ્નરે એ પણ જણાવ્યુ કે, કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ બીજા ઘણાં એંગલને ખૂબ જ ઝીણવટ સાથે તપાસી રહી છે. કેસમાં ઘણાં ઇલેક્ટ્રોનિક એવિડેંસની તપાસ સહિત ઘણાં બિંદુઓ પર પોલીસ તેની નજર રાખે છે. તેના સિવાય પોલીસને આ કેસમાં કોઈ અન્ય વ્યક્તિ પર પણ શંકા છે. મળતી માહિતી મુજબ, પોલીસે રોહિત નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો, જે રાહુલની પત્ની દિશાનો ભાઈ છે. જણાવી દઈએ કે, વૈશાલી ઠક્કરે આત્મહત્યા કર્યા બાદ નજીકના મિત્રો અને પરિવાર આઘાતમાં છે. જાેકે પરિવાર આરોપીને આકરી સજાની માંગ કરી રહ્યા છે. વૈશાલીની માતાનું કહેવું છે કે, રાહુલ તેની દિકરીને ઘણાં સમયથી હેરાન કરી રહ્યો હતો. એક્ટ્રેસની માતા અનુસાર, રાહુલનું કેરેક્ટર શાહરુખ ખાનની ફિલ્મ ડર જેવું છે. તે જાેવામાં સ્વીટ હતો પણ અંદરથી ખૂબ જ ખતરનાક છે. તેણે કેસ સાથે જાેડાયેલા આરોપીને આકરી સજાની માંગ કરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *