Maharashtra

ઈશા ગુપ્તાના ફોટોથી ઈન્ટરનેટ પર હલચલ મચી

મુંબઈ
ઈશાએ બ્લેક ડ્રેસમાં પોતાનો જે ફોટો શેર કર્યો છે તેમાં તે ઘણી બોલ્ડ અંદાજમાં જાેવા મળી રહી છે. એવુ લાગે છે કે તેણે ફોટોશૂટ કરાવ્યુ છે જેનાથી આ એક ફોટો પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટો તેણે શેર કરતા જ વાયરલ થઈ ગયો છે. લાખો લોકો તેના આ ફોટાને પસંદ કરી રહ્યા છે. ઈશાએ હાલમાં જ સાડી પહેરેલો પોતાનો ફોટો ઈન્સ્ટા પર શેર કર્યો હતો. ઈશા ગુપ્તાએ આ ફોટામાં ફ્લોરલ વ્હાઈટ સાડી પહેરેલી છે. અભિનેત્રીએ આ સાડી સાથે ઘણુ રિવીલિંગ બ્લાઉઝ પહેર્યુ હતુ. ઈશા ગુપ્તાની ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા પણ જબરદસ્ત છે. તેના ઈન્સ્ટા પર ૭.૪ મિલિયન ફોલોઅર્સ છે. ઈશા ગુપ્તા ઘણા સમયથી સ્પેનિશ યુવક મેનુઅલ કેંપોસ ગુલર સાથે રિલેશનમાં છે. થોડા સમય પહેલા જ્યારે ઈશા કોરોના પૉઝિટિવ થઈ ત્યારે કેંપોસ સાથે મેડ્રિડમાં તેણે આઈલોશનનો પોતાનો સમય પસાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ પોતાનુ બૉલિવુડ ડેબ્યુ જન્નત ૨ સાથે કર્યુ હતુ. જન્નત ૨માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કરનારી ઈશા ગુપ્તાને બેસ્ટ ડેબ્યુનુ નૉમિનેશન મળ્યુ હતુ.અભિનેત્રી અને મૉડલ ઈશા ગુપ્તા સતત પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે. ઈશાએ એક વાર ફરીથી પોતાના ફોટાથી ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. તેણે બ્લેક ડ્રેસમાં પોતાના ફોટા શેર કર્યા છે જે યુઝર્સને ખૂબ જ ગમી રહ્યા છે.

Esha-Gupta-Social-Media-Post-New-Look.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *