Maharashtra

ઉર્ફી જાવેદે માત્ર શરીર પર ફૂલ લગાવી ફોટો શેર કરતાં ટ્રોલ થઈ

મુંબઈ
ઉર્ફી જાવેદ ડ્રેસ સેન્શને લઈને અનેક વખત ટ્રોલર્સના નિશાને રહે છે, આ વખતે પણ કંઈક વાત એવી જ છે સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદે ફેશન ઈન્ડરસ્ટ્રીમાં નવા બેંચમાર્ક સેટ કરી દીધા છે. પરંતુ આ વખતે ઉર્ફીએ જે કર્યું છે તેણે જાેઈને દરેક લોકોની આંખો ખુલ્લી જ રહી ગઈ છે. લોકો વિશ્વાસ નથી કરી શકતા કે કોઈ અભિનેત્રી ચમકવા માટે આવું પણ કરી શકે. ઉર્ફી જાવેદનો આવો અંદાજ જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સ હેરાન છે અને હોય પણ કેમ નહીં. ઉર્ફીએ પોતાના શરીર પર કપડાના બદલે માત્ર ફૂલો ચોંટાડીને હદ વટાવી દીધી છે. અભિનેત્રીએ સ્કિન ટોન સાથે મેળ ખાતી ન્યૂડ કલર શોર્ટ્‌સ પહેરી છે, જ્યાં લોકોનું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. આ સિવાય ઉર્ફીએ શરીર પર કોઈ કપડા પહેર્યા નથી. ઉર્ફી જાવેદે રંગબેરંગી ફૂલોથી પોતાનો લુક પૂરો કર્યો. તેની સાથે અભિનેત્રીએ વાળની ??લાંબી વેણી કાઢીને પાછળ પોની બનાવી છે. વીડિયોમાં ઉર્ફી શરીરની કોઈ હલચલ કરતી જાેવા મળી રહી નથી પરંતુ તે તેના ચહેરાના હાવભાવને ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ જાેવા માટે કોમેન્ટ સેક્શન પર એક નજર નાંખો, જ્યાં કેટલાક યુઝર્સ તેને ફેશનના મામલે ટ્રેન્ડસેટર કહી રહ્યા છે તો કેટલાક તેના ફેવરિટ ફૂલ ગણાવી રહ્યા છે. આ સાથે કેટલાક યુઝર્સ તેમની બોલ્ડ સ્ટાઈલને મર્યાદા કરતા વધુ પસંદ નથી કરી રહ્યા અને તેમને આવું ન કરવાની સૂચના પણ આપી રહ્યા છે. અગાઉ ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઉર્ફી કેમેરાની સામે માત્ર સફેદ કલરનો શર્ટ પહેરેલી જાેવા મળી હતી. ખાસ વાત એ છે કે ઉર્ફીએ આ સફેદ રંગના શર્ટના આગળના ભાગમાંથી બટન ખુલ્લા રાખ્યા હતા. જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. તે સ્ટાઇલિશ દેખાવા માટે ઉર્ફીએ તેના ગળામાં હેવી ચોકર સ્ટાઇલનો નેકલેસ પહેર્યો હતો. આ સાથે વાળનો બન પણ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે – ‘નો પેન ઔર નૌ ગેન.’ ઉર્ફીના આ વીડિયો પર કોમેન્ટ કરતાં રાખી સાવંતે ફાયર ઈમોજી બનાવી છે. ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ફોટો શૂટ હોય કે સ્પોટેડ લુક હોય, દરેક વખતે ઉર્ફી તેના ચાહકો માટે કંઈક અજીબ કરે છે અને તેથી જ તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે.

Urfi-Javed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *