મુંબઈ
ઉર્વશી રૌતેલા આજકાલ ઘણા કારણોસર ચર્ચામાં છે, ખાસ કરીને તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી તે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. ઉર્વશી માટે એક પછી એક અફવાઓ અને વિવાદો આકાર લઇ રહ્યં છે. પરંતુ તે હંમેશા આકર્ષક રીતે પોતાને રજુ કરે છે. જાે કે, અહીં અમે તમને તેના પ્રોફેશનલ કરીયર બાબતે અપડેટ આપી રહ્યા છીએ. અભિનેત્રીને સાઉથની ફિલ્મમાં કામ કરવાની તક મળી હોવાનું ચર્ચાય રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ઉર્વશીની સાઉથના ડિરેક્ટર બોબી કોલીની આગામી એક્શન એન્ટરટેઈનર ‘વોલ્ટર વીરૈયા’ માં ખાસ ઝલક જાેવા મળશે. ‘વોલ્ટર વીરૈયા’માં મેગાસ્ટાર ચિરંજીવી અને રવિ તેજા મુખ્ય ભૂમિકામાં છે જ્યારે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ફિલ્મના ખાસ ગીત માટે પસંદ કરવામાં આવી છે. આ ગીત ઉર્વસી અને ચિરંજીવી સાથે શૂટ કરવામાં આવશે. ફિલ્મના ખાસ ગીતના શૂટિંગ માટે મોટો સેટ બનાવવાનું આયોજન છે. રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદે ફૂટ-ટેપીંગ આઈટમ નંબર કંપોઝ કર્યું છે. ટોચના કોરિયોગ્રાફર શેખર માસ્ટરે આ ધમાકેદાર ગીતની કોરિયોગ્રાફી કરી છે. અહીં ઉલ્લેખનિય છે કે, વોલ્ટર વીરૈયાની લીડ એક્ટ્રેસ શ્રુતિ હાસન છે. જે ચિરંજીવીની સામે જાેવા મળશે. જ્યારે ઉર્વશી માત્ર એક ગીતમાં જ જાેવા મળશે. આ પહેલા તે તમિલ ફિલ્મ ધ લિજેન્ડમાં જાેવા મળી હતી. જેને ખૂબ જ પ્રમોટ કરવામાં આવી હતી. જાે કે, સાયન્સ ફિક્શન ન તો પ્રેક્ષકોને પ્રભાવિત કરી શકી અને ન તો બોક્સ ઓફિસ પર બિઝનેસ કરી શકી. સાઉથની ફિલ્મો આજકાલ લોકોને ખુબ પસંદ પડી રહી છે ત્યારે હવે જાેવાનું એ રહેશે કે સાઉથ મેગાસ્ટારની ફિલ્મમાં આઈટમ ગર્લ બનીને ઉર્વશી કેવી રીતે દર્શકોને રીઝવે છે. વોલ્ટેર વીરૈયાની વાર્તા અને સંવાદો નિર્દેશક બોબીએ લખ્યા છે, જ્યારે કોના વેંકટ અને કે. ચક્રવર્તી રેડ્ડીએ તેની સ્ક્રિપ્ટ લખી છે. સ્અંરિૈ સ્ર્દૃૈી સ્ટ્ઠાીજિ આ ફિલ્મને ૬૦ થી ૭૦ કરોડના બજેટ સાથે મોટા પાયે પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ મકરસંક્રાંતિ ૨૦૨૩માં સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. આ ફિલ્મની જાહેરાત બાદ ચાહકોમાં જબરો ઉત્સાહ છે.


