Maharashtra

એકતા કપૂરની આ ફિલ્મ માટે અનન્યા પાંડે અને નુસરત ભરૂચાના ચર્ચાઓ થઈ શરુ

મુંબઈ
એકતા કપૂર ફરી એકવાર બોલિવૂડમાં એક્ટિવ થઈ છે અને એક પછી એક તેના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ હેઠળ બનનારી ફિલ્મોના નામ સામે આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં એકતા કપૂરે ‘કેટીના’ નામની ફિલ્મ એનાઉન્સ કરી હતી જેનું નિર્દેશન ‘ડ્રીમ ગર્લ’ ફેમ ડિરેક્ટર રાજ શાંડિલ્ય કરવાના હતા. આ પ્રોજેક્ટ માટે મેઈન લીડ તરીકે દિશા પટાનીનું સિલેક્શન કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મની પ્રિ-પ્રોડક્શનની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોના મહામારીના કારણે આ પ્રોજેક્ટને થોડા સમય માટે પડતો મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે, એકતા કપૂરે ફિલ્મ ‘કેટીના’ ને પડતી મૂકી છે અને હવે આ ફિલ્મ બનવાની નથી પરંતુ એકતાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી છે અને અને રાજ શાંડિલ્ય કોઈપણ ભોગે આ ફિલ્મને દર્શકો સામે રજૂ કરવા તત્પર છે. લેટેસ્ટ અપડેટ મુજબ, આ ફિલ્મમાંથી દિશા પટાનીને દૂર કરવામાં આવી છે. તેના સ્થાને અનન્યા પાંડે અને નુસરત ભરૂચાના નામની ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અનન્યા પાંડે એકતા કપૂરની ફેવરેટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, રિસેન્ટલી જ એકતાએ તેની બીજી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ ૨’ માટે અનન્યા પાંડેને આયુષ્યમાન ખુરાના સામે કાસ્ટ કરવામાં આવી છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *