Maharashtra

એક મહિલાએ બીજી મહિલાની જાહેરમાં નાઈટી ફાડી નાખી, કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી

મુંબઈ
મુંબઈઃ એક દુર્લભ ઉદાહરણમાં ગત અઠવાડીયે મઝગાંવ મજિસ્ટ્રેટની કોર્ટે ૩૮ વર્ષિય મહિલાને બીજી મહિલાની ઈજ્જત લૂંટવાના આરોપમાં દોષિત ઠેરવતા, ૩ વર્ષથી જેલ અથવા ૧ વર્ષ સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. બંનેની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વર્ષ ૨૦૨૦માં ઝઘડા દરમિયાન આરોપી મહિલાએ પોતાની પાડોશી મહિલાના કપડા ફાડ્યા અને તેના પતિને દુષ્કર્મ કરવા માટે કહ્યું. કોર્ટે કહ્યું કે, તમામ ગવાહ અને સાક્ષી સ્પષ્ટ રુપે કહે છે કે, આરોપી દ્વારા પીડિત પર ગુનાહિત હળનો ઉપયોગ કરવાના ઈરાદાથી આવું કૃત્યુ કર્યું અને નિશ્ચિતપણે તે તેની લજ્જા ભંગ થશે. પીડિતને ફટકારી તેની નાઈટી ફાડીને આરોપી મહિલાએ તેની પ્રાઈવસીનો ભંગ કર્યો છે. દ ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટ અનુસાર, મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ મનોજ વસંતવાર ચૌહાણે કહ્યું તમામ પુરાવાઓ અને સાક્ષીમાં એ વાત સામે આવી છે કે, જ્યારે ઘટના થઈ હતી, તો તે બિલ્ડીંગના પુરુષો પણ ત્યાં ઊભા હતા. મજિસ્ટ્રેટે એવું પણ કહ્યું કે, આઈપીસીની કલમ ૩૫૪ અંતર્ગત ગુનો કોઈ પણ પુરુષ અથવા મહિલા દ્વારા અનાવશ્યક ઈરાદા અથવા જ્ઞાન સાથે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, એક મહિલા કોઈ પણ પુરુષની સમાન જ વધુ પ્રભાવી રીતે કોઈ પણ અન્ય મહિલા પર હુમલો કરી શકે છે અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરી શકે છે અને આ ઈરાદો અથવા જ્ઞાન સાથે કે જે મહિલા પર હુમલો કર્યો છે અથવા જેના વિરુદ્ધ ગુનાહિત બળનો ઉપયોગ કર્યો છે, તેની લજ્જા ભંગ થઈ જાય છે. એવું નથી કે મહિલા, મહિલાની લજ્જા ભંગ ન કરી શકે, અથવા ગુનાહિત કૃત્ય ખાલી પુરુષ જ કરી શકે. મજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો કે, આઈપીસીની કલમ ૩૫૪ અંતર્ગત, એક પુરુષની સાથે સાથે એક મહિલાને પણ આ અપરાધ અંતર્ગત દોષિત ઠેરવી શકાય છે. મજિસ્ટ્રેટે કહ્યું કે, આઈપીસીની કલમ ૩૫૪, તમામ વ્યક્તિઓ પર સમાનતાથી સંચાલન કરે છે. પછી તે પુરુષ હોય કે મહિલા એ નથી જાેવાતું કે, મહિલાને આ કલમ અંતર્ગત કોઈ પણ સજામાંથી છુટ મળી શકે. કોર્ટે આરોપી મહિલા મહિલા પર ૬૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. તેને જે ગુનામાં દોષિત ઠેરવી છે, તેમાં વધુમાં વધુ પાંચ વર્ષ જેલની સજાની જાેગવાઈ છે. પણ કોર્ટે ન્યૂનતમ ૧ વર્ષનો સશ્રમ કારાવાસની સજા સંભળાવી છે. પીડિતાએ કોર્ટને જણાવ્યું છે કે, તેને આરોપી મહિલાની માતા સાથે સુંવાળા સંબંધો હતા. જે આરોપી અને તેની વચ્ચે વિવાદનું કારણ હતું. પીડિતાએ કહ્યું કે, આરોપીએ તેના પર ચપ્પલ ફેંક્યું અને બીજા ચપ્પલથી તેના માથા પર મારવા લાગી. એક દર્શક તરીકે ઊભેલા પાડોશીએ વચ્ચે પડવાની કોશિશ કરી તો, પણ આરોપીએ કથિત રીતે પીડિત મહિલાની ડોક પકડી અને ગાળો આપવાનું શરુ કર્યું અને તેની નાઈટી ફાડી નાખી હતી.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *