Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો બુલડેક્સ ફ્યુચર્સમાં 45 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 148 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,40,737 સોદાઓમાં કુલ રૂ.11,377.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 45 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 50,772 સોદાઓમાં કુલ રૂ.2,475.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,011ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,100 અને નીચામાં રૂ.47,995 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.134 વધી રૂ.48,058ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.94 વધી રૂ.38,580 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.4,800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,337 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,734 અને નીચામાં રૂ.61,337 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.678 વધી રૂ.61,527 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.646 વધી રૂ.61,816 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.638 વધી રૂ.61,810 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 11,226 સોદાઓમાં રૂ.2,166.63 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.75 વધી રૂ.247.95 અને જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.300ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.50 ઘટી રૂ.752.75 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.10.4 વધી રૂ.1,753 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 29,891 સોદાઓમાં કુલ રૂ.2,398.23 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,862ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,901 અને નીચામાં રૂ.6,779 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.79 ઘટી રૂ.6,823 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.21.30 ઘટી રૂ.329 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 752 સોદાઓમાં રૂ.91.05 કરોડનાં કામકાજ થયા હતા. રબર ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.17,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,050 અને નીચામાં રૂ.17,050 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.309 વધી રૂ.17,050ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.973.90 અને કોટન ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.250 ઘટી રૂ.37,310 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 5,544 સોદાઓમાં રૂ.908.52 કરોડનાં 1,890.607 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 45,228 સોદાઓમાં કુલ રૂ.1,566.65 કરોડનાં 253.661 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.422.29 કરોડનાં 16,950 ટન, જસતના વાયદાઓમાં રૂ.295.99 કરોડનાં 9,870 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.678.49 કરોડનાં 8,997.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.696.98 કરોડનાં 3,957 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.72.88 કરોડનાં 3,950 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,343 સોદાઓમાં રૂ.1,444.05 કરોડનાં 21,13,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,548 સોદાઓમાં રૂ.954.18 કરોડનાં 2,89,18,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 697 સોદાઓમાં રૂ.89.08 કરોડનાં 23800 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 51 સોદાઓમાં રૂ.1.90 કરોડનાં 19.44 ટન, રબરના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 4 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,827.473 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 757.716 ટન, એલ્યુમિનિયમમાં 13,760 ટન, જસત વાયદામાં 7,285 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 9,975 ટન, નિકલ વાયદામાં 4,216.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,230 ટન, ક્રૂડ તેલમાં 13,96,900 બેરલ અને નેચરલ ગેસમાં 85,98,750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 183875 ગાંસડી, મેન્થા તેલમાં 388.8 ટન, રબરમાં 66 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,726 સોદાઓમાં રૂ.157.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 605 સોદાઓમાં રૂ.50.11 કરોડનાં 712 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 843 સોદાઓમાં રૂ.80.73 કરોડનાં 877 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,820 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,166 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,046ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,091 અને નીચામાં 14,046ના સ્તરને સ્પર્શી, 45 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 72 પોઈન્ટ વધી 14,071ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,356ના સ્તરે ખૂલી, 148 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 34 પોઈન્ટ વધી 18,360ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 46,370 સોદાઓમાં રૂ.4,089.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.46.30 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.51.24 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,988.43 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *