Maharashtra

એરપોર્ટ પર આર્યને બોડીગાર્ડની જેમ પિતા શાહરૂખને પ્રોટેક્ટ કર્યા

મુંબઈ
શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ પોતાના દીકરા આર્યન ખાન અને અબરામ ખાનની સાથે એરપોર્ટ પર જાેવા મળે છે. આ ત્રણેય એરપોર્ટથી બહાર આવતા જાેવા મળી રહ્યા છે, પરંતુ શાહરૂખને એક વ્યક્તિ પર ગુસ્સો આવી ગયો, કેમ કે તેને શાહરૂખની સાથે સેલ્ફી લેવા માટે જબરદસ્તી તેણે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આર્યન ખાન બોડીગાર્ડની જેમ આગળ આવે છે અને શાહરૂખને શાંત કરે છે. શાહરૂખની ટીમ પણ તે વ્યક્તિને શાહરૂખની પાસે જવાથી રોક્યો હતો. સોશિયલ મીડિયા પર શાહરૂખનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાને કાળા કલરનું જેકેટ અને બી ટ્રેક પેન્ટની સાથે એક સફેદ ટી શર્ટ પહેરી છે, જ્યારે આર્યન વાદળી કલરની ટી શર્ટ અને ગ્રે કલરના પેન્ટમાં જાેવા મળ્યો હતો. અબરામે લાલ કલરના કપડાં પહેર્યા હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે શાહરૂખ ખાન એરપોર્ટથી બહાર નીકળતા સમયે અબરામનો હાથ પકડી રાખે છે. કેમ કે આર્યન તેની સાથે ચાલી રહ્યો છે. અચાનકથી એક વ્યક્તિ આવે છે અને શાહરૂખ ખાનની સાથે સેલ્ફી લેવા માટે ખરાબ વર્તન કરે છે. આ જાેઈ અબરામ પણ ડરી જાય છે. શાહરૂખ ખાનના આ વીડિયો પર તેના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યું, જ્યારે તે વ્યક્તિ શાહરૂખની પાસે પહોંચે છે તો અબરામ ડરી જાય છે. એક યુઝરે લખ્યું, મારું દિલ આર્યન પર આવી ગયું તેને શાહરૂખનો બોડીગાર્ડની જેમ બચાવ કર્યો. એક અન્ય યુઝરે લખ્યું, લોકો પર્સનલ સ્પેસનો અર્થ ક્યારે સમજશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન અત્યારે ફિલ્મ ‘ડંકી‘ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે તાપસી પન્નુની સાથે ફિલ્મનં એક શિડ્યુઅલ પૂરું કર્યું છે અને ભારત આવી ગયો છે. ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો અને વીડિયો લીક પણ થયા છે. આ ફિલ્મને રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યા છે. તે સિવાય શાહરૂખ ‘પઠાન’, અને ‘જવાન’માં પણ જાેવા મળશે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *