Maharashtra

કંગનાની ફિલ્મ ધાકડ ૮૫ કરોડમાં બની અને આવક ૨.૫૮ કરોડ

મુંબઈ
કંગના રણોતની ફિલ્મ ધાકડને બોક્સઓફિસ પર કારમી પછડાટ મળી હતી. આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન રૂ.૨.૫૮ કરોડમાં સમેટાયું છે. ફિલ્મના પ્રોડક્શનમાં ૮૫ કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે મેકર્સને કુલ રૂ.૭૮ કરોડનો લોસ થયાનો અંદાજ છે. ફિલ્મના મેકર્સે ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સ રિલીઝ પહેલા વેચ્યા ન હતા. બોક્સ ઓફિસ પર ફિલ્મનું પરફોર્મન્સ જાેતાં આ બંને રાઈટ્‌સ પણ નાખી દેવાના ભાવે વેચવા પડશે. થીયેટર રિલીઝને મળેલા રિસ્પોન્સને જાેતાં ધાકડના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સ માંડ પાંચ કરોડમાં વેચાય તેવી શક્યતા છે. જેને જાેતાં પ્રોડ્યુસર્સને એકંદરે ૭૮ કરોડનો લોસ થશે.

Entertainment-Kangana-Ranaut-Dhakkad-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *