મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 33,96,015 સોદાઓમાં કુલ રૂ.2,63,450.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.132502.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.130409.63 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 13,27,577 સોદાઓમાં કુલ રૂ.67,440.16 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,283ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,093 અને નીચામાં રૂ.50,151ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,785 વધી રૂ.51,972ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,130 વધી રૂ.41,128 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.149 વધી રૂ.5,130ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,083ના ભાવે ખૂલી, રૂ.1,694 વધી રૂ.51,711ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,370 અને નીચામાં રૂ.55,280ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.5186 વધી રૂ.61,346ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5031 વધી રૂ.61,643 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4,904 વધી રૂ.61,647 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,61,189 સોદાઓમાં રૂ.24,289.20 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.10.70 વધી રૂ.206.40 અને જસત ઓક્ટોબર વાયદો રૂ.12.55 વધી રૂ.282ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.8.50 વધી રૂ.656.25 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.5.80 વધી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 5,06,194 સોદાઓમાં કુલ રૂ.40,535.40 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,656ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,286 અને નીચામાં રૂ.6,478ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.566 વધી રૂ.7,266 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.90 વધી રૂ.577.80 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,731 સોદાઓમાં રૂ.237.26 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,600 બંધ થયો હતો. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.30,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.33,330 અને નીચામાં રૂ.30,590ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,930 વધી રૂ.32,720ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.30 વધી રૂ.1000.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,372.72 કરોડનાં 47,651.690 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.43,067.44 કરોડનાં 7,199.155 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.15,795.25 કરોડનાં 2,28,62,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.24,740 કરોડનાં 443317500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.215.63 કરોડનાં 69625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.21.47 કરોડનાં 216 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,834.453 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 611.316 ટન, ક્રૂડ તેલમાં 1144600 બેરલ અને નેચરલ ગેસમાં 8112500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 70425 ગાંસડી, મેન્થા તેલમાં 630.36 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.538.62 કરોડનાં 7,584 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,850ના સ્તરે ખૂલી, 666 પોઈન્ટ વધી 14,480ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1,30,409.63 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,503.36 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,061.69 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,04,636.39 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.19,202.91 કરોડનાં કામકાજ થયાં હતાં.
