Maharashtra

કરીના કપૂર ખાનની કરી અપીલ – “પ્લીઝ લાલ સિંહ ચઢ્ઢાનો બૉયકોટ ન કરો”

મુંબઈ
બૉયકોટ ટ્રેન્ડની વચ્ચે આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર પહેલા દિવસનું કલેક્શન ઠીક ઠાક રહ્યું છે અને આગામી દિવસોમાં તેના સુધરવાની મેકર્સને આશા છે. ફિલ્મની રીલિઝ પહેલા કરીના કપૂરના જૂના સ્ટેટમેન્ટ્‌સ વાઈરલ થયા હતા, જેમાં તેણે રોકડું પરખાવ્યું હતું કે, ફિલ્મ પસંદ ના આવે તો લોકોએ ન જાેવી જાેઈએ. કોઈ આમંત્રણ આપવા નથી જતું. આ મામલે ખુલાસો કરતાં કરીનાએ અગાઉ જણાવ્યું હતું કે, સ્વતંત્ર દેશ છે અને તેમાં દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ ર્નિણય લેવાની છૂટ છે. કરીનાએ ફિલ્મની રીલિઝ પૂર્વે પણ ઓડિયન્સને લાઈટલી લીધું હોવાનું સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું. આ મામલે ખુલાસો કરવાની સાથે કરીનાએ લાલ સિંહ ચઢ્ઢાનો વિરોધ નહીં કરવા અપીલ કરી છે. કરીનાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન દાવો કર્યો હતો કે, સારી ફિલ્મ દરેક પ્રકારના અવરોધોને પાર કરી જશે. પોતાના આ શબ્દો પર લોકોએ રીએક્શન આપ્યા હતા કે, તે ઓડિયન્સને લાઈટલી લઈ રહી છે. આ અંગે જવાબ આપતાં કરીનાએ ખુલાસો કર્યો હતો કે, માત્ર જૂજ લોકો જ ટ્રોલિંગ કરી રહ્યા છે. મને લાગે છે કે, ફિલ્મને ખૂબ જ અલગ પ્રકારનો પ્રેમ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિરોધ કરનારા લોકો માંડ એક ટકા જેટલા જ છે. લાલ સિંહ ચઢ્ઢાનો બૉયકોટ નહીં કરવા માટે અપીલ કરતાં કરીનાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ખૂબ જ સુંદર છે. લોકો મને અને આમિર ખાનને સ્ક્રિન પર જુએ તેવી મારી ઈચ્છા છે. ત્રણ વર્ષથી અમે રાહ જાેઈ રહ્યા હતા. પ્લીઝ, આ ફિલ્મનો બૉયકોટ ના કરશો. હકીકતમાં તે સારા સિનેમાનો બૉયકોટ કરવા જેવું છે. અમે ૨૫૦ લોકોએ ફિલ્મ પર અઢી વર્ષ મહેનત કરી છે. અગાઉ આમિર ખાને પણ ફિલ્મનો બૉયકોટ નહીં કરવા કહ્યું હતું.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *