Maharashtra

કાર ડ્રાઈવિંગ શિખવાડવા જતાં કુવામાં ખાબકી ગાડી, પત્ની અને બાળકીનું મોત

બુલઢાણા
મહારાષ્ટ્રના બુલઢાણામાંથી દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક યુવક પોતાની પત્નીને લઈને કાર ડ્રાઈવિંગ શિખવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કારનું સંતુલન ખરાબ થયું અને કાર કુવામાં જઈને ખાબકી. તેનાથી કારમાં સવાર યુવકની પત્ની અને માસૂમ દિકરીનું ડુબી જવાથી મોત થયું છે. આ દુર્ઘટના બાદ પરિવારને બચાવાની કોશિશમાં આવેલા એક યુવકનું પણ મોત થઈ ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છએ. જાણકારી અનુસાર, જિલ્લાના દેવલગાંવ રાજાના સિક્ષક અમોલ મુરકુટે પોતાની પત્નીને કાર ચલાવતા શિખવી રહ્યા હતા. કારમાં અમોલની ૭ વર્ષની દિકરી પણ હતી. રસ્તામાં કારનું અચાનક સંતુલન ખરાબ થયું અને પાણીથી છલોછલ ભરેલી કુવામાં જઈને કાર ખાબકી. આ દરમિયાન અમોલે કારની બારીથી છલાંગ લગાવી દીધી. દુર્ઘટનામાં કારમાં બેઠેલી અમોલની પત્ની સ્વાતી અને ૭ વર્ષિય દિકરી કુવામાં ડૂબી ગઈ. આ ઘટના વિશે જાણકારી મળતા સ્થાનિક નાગરિકોની ભીડ એકઠી થઈ ગઈ. આ દરમિયાન સ્થાનિક યુવકે મા દિકરીને બચાવવા માટે કુવામાં છલાંગ લગાવી દીધી. પણ તેનું મોત થઈ ગયું. ત્યાર બાદ પોલીસને જાણકારી આપવામાં આવી. સૂચના મળ્યા બાદ તાત્કાલિક પોલીસ આવી અને સાંજે ૭ કલાકે ક્રેનની મદદથી દુર્ઘટનાગ્રસ્ત કારને કુવામાંથી બહાર કાઢી. આ ઘટનામાં ઘાયલ અમોલને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *