મુંબઈ
વિકી કૌશલ અને કેટરીના કૈફ શનિવારે ડિનર ડેટ પર ગયા હતા. પરંતુ આ ડિનર ડેટ ખાસ હતી કારણ કે તેમાં બંનેના પરિવારજનોએ પણ ભાગ લીધો હતો. પહેલા કેટરીના કૈફ અને વિકી કૌશલ અભિનેત્રીની માતા સાથે રેસ્ટોરન્ટ પહોંચ્યા. આ પછી સમગ્ર કૌશલ પરિવાર, કેટરીનાની માતા અને બંને સ્ટાર્સે એકસાથે ફોટો ક્લિક કરાવ્યા હતા. તાજેતરમાં વિકી અને કેટરીનાએ હોળીની ઉજવણી કરી હતી. લગ્ન પછી બંનેની આ પહેલી હોળી હતી. વિકી અને કેટરીનાની ખાસ વાત એ છે કે બંને પોતપોતાના કામમાં ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ બંને તહેવારો સાથે મનાવવા માટે સમય કાઢે છે. હાલમાં વિક્કી અને કેટરિના તેમના લગ્ન જીવનને એન્જાેય કરવા સાથે તેમની પ્રોફેશનલ લાઈફ પર પણ ફોકસ કરી રહ્યા છે. કેટરિના ટૂંક સમયમાં ટાઈગર ૩ અને ફોન ભૂતમાં જાેવા મળશે. બીજી તરફ, વિકી સારા અલી ખાન સાથે જાેવા મળશે. જાેકે આ ફિલ્મનું નામ હજુ સુધી ફાઈનલ થયું નથી.


