Maharashtra

કે.એલ. રાહુલના ‘ગોલ્ડન ડક’ પર આથિયા શેટ્ટી ટ્રોલ થઈ

મુંબઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની રમાયેલી ્‌૨૦ મેચમાં ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન કે.એલ. રાહુલ પહેલા જ બોલે બોલ્ડ થયો હતો અને આ કારણે તેની ગર્લ ફ્રેન્ડ આથિયા શેટ્ટી અને સુનિલ શેટ્ટીને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ઘણાં સમયથી ઈજાગસ્ત રાહુલે એશિયા કપથી ઈન્ડિયન ટીમમાં વાપસી કરી છે અને ત્યારે પહેલા જ બોલે આઉટ થતા તેની ગર્લ ફ્રેન્ડની ઠેકડી ઉડાવાઈ હતી. આથિયા અને રાહુલ ટૂંક સમયમાં મેરેજ કરવાના છે અને અનેક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, તેઓ ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી શકે છે. સુનિલ શેટ્ટીએ તેમની પુત્રીના લગ્ન વિશે કહ્યું હતું કે, મેરેજ ડેટ હજુ ફાઈનલ નથી અને તેની પાછળ કે.એલ. રાહુલનું વ્યસ્ત શિડ્યુલ માનવામાં આવે છે. આથિયા અને રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે અને તેઓ ટૂંક સમયમાં જ મેરેજ કરશે. રાહુલનું સ્થાન આગામી ્‌૨૦ વર્લ્ડકપની ટીમમાં પણ નિશ્ચિત માનવામાં આવે છે ત્યારે રાહુલ પાકિસ્તાન સામે શૂન્ય રન પર આઉટ થતાં આથિયા અને સુનિલ શેટ્ટીને લઈને અનેક ટીખળબાજાેએ મીમ્સ બનાવ્યા અને આથિયાના હેશટેગ સાથે અનેક જાેક્સ ટ્રેન્ડ થયા હતા.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *