મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,03,459 સોદાઓમાં કુલ રૂ.25,383.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 11923.36 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13413.52 કરોડનો હતો.
દરમિયાન, એમસીએક્સ પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બંને સત્રમાં કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં સીટીટી લાગ્યા બાદનું સૌથી વધુ રૂ.1.12 લાખ કરોડનું એકદિવસીય ટર્નઓવર જોવા મળ્યું હતું. આ સાથે જ કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.83,922 કરોડનું રેકોર્ડ ઓલ ટાઈમ હાઈ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જે ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડરોનો વધતો રસ દર્શાવે છે.
બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,32,686 સોદાઓમાં કુલ રૂ.7,575.74 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,992ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,200 અને નીચામાં રૂ.52,942 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.405 વધી રૂ.53,150ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.551 વધી રૂ.42,343 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.5,261ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,711ના ભાવે ખૂલી, રૂ.402 વધી રૂ.52,947ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,950 અને નીચામાં રૂ.61,727 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1237 વધી રૂ.62,827 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 948 વધી રૂ.62,801 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.885 વધી રૂ.62,752 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,022 સોદાઓમાં રૂ.1,924.24 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી રૂ.209.05 અને જસત નવેમ્બર વાયદો રૂ.0.15 ઘટી રૂ.276ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.692.55 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 859 સોદાઓમાં રૂ.73.66 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,670 અને નીચામાં રૂ.32,800 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.740 વધી રૂ.33,560ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.956.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,192.12 કરોડનાં 6,007.610 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.4,383.62 કરોડનાં 698.527 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.985.16 કરોડનાં 13,96,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,365 કરોડનાં 27485000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.68.67 કરોડનાં 20925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.99 કરોડનાં 51.84 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,149.050 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 968.354 ટન, ક્રૂડ તેલમાં 820200 બેરલ અને નેચરલ ગેસમાં 11762500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 102025 ગાંસડી, મેન્થા તેલમાં 462.96 ટનના સ્તરે રહ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13,413.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,807.14 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.528.11 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,467.89 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,610.20 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 189.41 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.42.30 ખૂલી, ઊપરમાં રૂ.69.50 અને નીચામાં રૂ.24.40 રહી, અંતે રૂ.5.20 ઘટી રૂ.59 થયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.31 ખૂલી, ઊપરમાં રૂ.31.35 અને નીચામાં રૂ.22.70 રહી, અંતે રૂ.2.45 ઘટી રૂ.24.85 થયો હતો. સોનું નવેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.48 ખૂલી, ઊપરમાં રૂ.66 અને નીચામાં રૂ.45.50 રહી, અંતે રૂ.24.50 વધી રૂ.62 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.849 ખૂલી, ઊપરમાં રૂ.1,500 અને નીચામાં રૂ.797.50 રહી, અંતે રૂ.666.50 વધી રૂ.1,442.50 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200.50 ખૂલી, ઊપરમાં રૂ.307 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.106.50 વધી રૂ.290.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.51.10 ખૂલી, ઊપરમાં રૂ.67 અને નીચામાં રૂ.14 રહી, અંતે રૂ.28.80 ઘટી રૂ.28.20 થયો હતો. જ્યારે સોનું નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.381.50 ખૂલી, ઊપરમાં રૂ.381.50 અને નીચામાં રૂ.260 રહી, અંતે રૂ.191.50 ઘટી રૂ.275 થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.30 ખૂલી, ઊપરમાં રૂ.40.60 અને નીચામાં રૂ.28.45 રહી, અંતે રૂ.2.10 વધી રૂ.36.20 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.65 ખૂલી, ઊપરમાં રૂ.77 અને નીચામાં રૂ.49 રહી, અંતે રૂ.7 ઘટી રૂ.64 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,062 ખૂલી, ઊપરમાં રૂ.1,062 અને નીચામાં રૂ.576.50 રહી, અંતે રૂ.453 ઘટી રૂ.649 થયો હતો.

