,મુંબઈ
ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે, ક્રૂઝ પરના કુલ ૨૦૧૬ લોકો હાલ માટે ૈંર્જઙ્મટ્ઠંર્ૈહમાં છે તેમને બહાર આવવાની મંજૂરી નથી. ક્રૂઝના એક ક્રૂ મેમ્બરનો છહંૈખ્તીહ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ ૨૦૦૦ મુસાફરો અને ૧૬ ક્રૂ મેમ્બરનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જહાજ પરના તમામ લોકો ફસાયેલા છે. કોર્ડેલિયા ક્રુઝ મુંબઈથી ગોવા જવા રવાના થઈ હતી. અત્યારે તે ગોવામાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે છે. હવે ત્યાંની સરકારે જહાજને ડોક કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર આઈસોલેટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કડક સૂચના આપી છે કે, આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં. મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન લાગાવવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે. આ હેઠળ માસ્ક વિના જાહેર સ્થળોએ જવું અને સોશિયલ ડિસ્ટસના નિયમનું પાલન કરવું ફરજિયાત છે. જાે કે, ક્રુઝ પર જાહેર કરવામાં આવેલ પાર્ટીના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં હાજર લોકો દ્વારા આવા કોઈ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. આ ક્રૂઝ મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરવામાં આવી રહી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૨૦૨૨માં વિદેશ પ્રવાસ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ઓપન સિનેમા, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ છે.બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ પાર્ટીમાંથી ધરપકડ થયા બાદ લાઇમલાઇટમાં આવેલી કોર્ડેલિયા ક્રૂઝ ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે કોર્ડેલિયા ક્રૂઝ નવા વર્ષની પાર્ટી માટે ૨૦૦૦ લોકો સાથે મુંબઈથી ગોવા જઈ રહી હતી, પરંતુ અત્યાર સુધીમાં ક્રૂઝના સ્ટાફ સહિત ૬૬ લોકો કોરોનાથી સંક્રમિત જાેવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે વકીલો અને અરજદારોના ધસારાને ઘટાડવા માટે બોમ્બે હાઈકોર્ટે મંગળવારથી સુનાવણી માટે હાઇબ્રિડ સિસ્ટમ (વર્ચ્યુઅલ અને ફિઝિકલ) અપનાવવાનો ર્નિણય લીધો છે. આ માટે એક ર્જીંઁ પણ જાહેર કરવામાં આવી છે.ફિઝિકલ સુનાવણી માટે મંજૂર લોકોની સંખ્યાને મર્યાદિત કરીને, ર્જીંઁમાં કહેવામાં આવ્યું કે, ફક્ત રેકોર્ડ પરના વકીલો, વરિષ્ઠ વકીલો અને રજિસ્ટર્ડ કારકુનને જ ફાઇલો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં કાનૂની સહાયની ગેરહાજરીમાં જ અરજદારો અથવા પક્ષકારોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ન્યાયમૂર્તિ અમજદ સૈયદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાઇબ્રિડ મોડમાં સુનાવણી હાથ ધરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
