Maharashtra

ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.141 લપસ્યોઃ નેચરલ ગેસમાં પણ ઘટાડો

બુલડેક્સના વાયદામાં 107 પોઈન્ટની નરમાઈઃ સોનાનો વાયદો રૂ.279 અને ચાંદીનો વાયદો રૂ.507 તૂટ્યોઃ રૂ અને મેન્થા તેલમાં સુધારોઃ કપાસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8052 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7431 કરોડનું ટર્નઓવર

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,804 સોદાઓમાં કુલ રૂ.15,522.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8051.81 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7431.23 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 92,223 સોદાઓમાં કુલ રૂ.4,761.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,923ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,950 અને નીચામાં રૂ.54,607 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.279 ઘટી રૂ.54,718ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.70 ઘટી રૂ.44,071 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.36 ઘટી રૂ.5,403ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,451ના ભાવે ખૂલી, રૂ.251 ઘટી રૂ.54,295ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,659ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,860 અને નીચામાં રૂ.68,921 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.507 ઘટી રૂ.69,294 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.488 ઘટી રૂ.69,275 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.481 ઘટી રૂ.69,275 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,238 સોદાઓમાં રૂ.1,517.04 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.209.10 અને જસત ડિસેમ્બર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.273ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.05 ઘટી રૂ.732.60 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,124 સોદાઓમાં કુલ રૂ.1,763.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,613ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,622 અને નીચામાં રૂ.6,515 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.141 ઘટી રૂ.6,548 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.10 ઘટી રૂ.410.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 221 સોદાઓમાં રૂ.9.50 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,584.50 બોલાઈ રહ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.28,070ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.28,270 અને નીચામાં રૂ.28,070 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.50 વધી રૂ.28,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.25.10 વધી રૂ.1004.20 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,726.15 કરોડનાં 3,153.029 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,035.58 કરોડનાં 437.264 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.757.29 કરોડનાં 11,51,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,006 કરોડનાં 24843750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.1.12 કરોડનાં 400 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.8.28 કરોડનાં 81.36 ટનનાં કામકાજ થયાં  હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,746.515 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 997.203 ટન, ક્રૂડ તેલમાં 657000 બેરલ અને નેચરલ ગેસમાં 31995000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 17025 ગાંસડી, મેન્થા તેલમાં 482.04 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.38.99 કરોડનાં 508 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,408ના સ્તરે ખૂલી, 107 પોઈન્ટ ઘટી 15,319ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,431.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.546.08 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.119.24 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,360.90 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,403.91 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.248.49 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.315 ખૂલી, ઊપરમાં રૂ.315 અને નીચામાં રૂ.242.40 રહી, અંતે રૂ.80.70 ઘટી રૂ.257.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22 ખૂલી, ઊપરમાં રૂ.22 અને નીચામાં રૂ.19.45 રહી, અંતે રૂ.4.25 ઘટી રૂ.20.70 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.180 ખૂલી, ઊપરમાં રૂ.204 અને નીચામાં રૂ.150 રહી, અંતે રૂ.45.50 ઘટી રૂ.164 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,340 ખૂલી, ઊપરમાં રૂ.2,340 અને નીચામાં રૂ.1,993.50 રહી, અંતે રૂ.283.50 ઘટી રૂ.2,095 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450 ખૂલી, ઊપરમાં રૂ.499 અને નીચામાં રૂ.407.50 રહી, અંતે રૂ.66.50 ઘટી રૂ.440 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.275 ખૂલી, ઊપરમાં રૂ.327 અને નીચામાં રૂ.275 રહી, અંતે રૂ.55.50 વધી રૂ.308.40 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.267.50 ખૂલી, ઊપરમાં રૂ.360 અને નીચામાં રૂ.263.50 રહી, અંતે રૂ.88 વધી રૂ.348 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.39.50 ખૂલી, ઊપરમાં રૂ.41.90 અને નીચામાં રૂ.36.80 રહી, અંતે રૂ.8 વધી રૂ.40.10 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.855.50 ખૂલી, ઊપરમાં રૂ.1,073 અને નીચામાં રૂ.855 રહી, અંતે રૂ.153.50 વધી રૂ.1,011.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.69,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,155 ખૂલી, ઊપરમાં રૂ.2,460 અને નીચામાં રૂ.2,100 રહી, અંતે રૂ.275.50 વધી રૂ.2,355 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *