Maharashtra

ક્રૂડ તેલનો વાયદો રૂ.152ના ઉછાળા સાથે ઊંચામાં બેરલદીઠ રૂ.8,816 બોલાયો

 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસ, કોટન, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8880 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.4432 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદાઓમાં રૂ.34 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,46,460 સોદાઓમાં કુલ રૂ.13,346.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8880.2 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4432.17 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 65,605 સોદાઓમાં કુલ રૂ.4,590.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,604ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,919 અને નીચામાં રૂ.50,604ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.185 વધી રૂ.50,834ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.160 વધી રૂ.40,892 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.5,098ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,770ના ભાવે ખૂલી, રૂ.135 વધી રૂ.50,816ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.59,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,520 અને નીચામાં રૂ.59,760ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.407 વધી રૂ.60,353ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.383 વધી રૂ.60,795 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.326 વધી રૂ.60,821 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,469 સોદાઓમાં રૂ.2,015.80 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.214.40 અને જસત જૂન વાયદો રૂ.4.05 વધી રૂ.303ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.8.60 વધી રૂ.705.65 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.180ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 25,376 સોદાઓમાં કુલ રૂ.2,203.53 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,687ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,816 અને નીચામાં રૂ.8,683ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.152 વધી રૂ.8,790 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14 વધી રૂ.521.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 723 સોદાઓમાં રૂ.70.35 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.48,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,450 અને નીચામાં રૂ.48,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2,580 વધી રૂ.49,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.1006.20 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,822.93 કરોડનાં 3,584.715 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,767.59 કરોડનાં 455.178 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,085.74 કરોડનાં 12,42,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,118 કરોડનાં 21625000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.59.72 કરોડનાં 14050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.63 કરોડનાં 103.68 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,432.225 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 670.806 ટન, ક્રૂડ તેલમાં 878200 બેરલ અને નેચરલ ગેસમાં 5471250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 52575 ગાંસડી, મેન્થા તેલમાં 563.04 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.33.88 કરોડનાં 472 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,315ના સ્તરે ખૂલી, 58 પોઈન્ટ વધી 14,362ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.4,432.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.219.21 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32.64 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,436.28 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.742.88 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.143.51 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.266 ખૂલી, ઊપરમાં રૂ.323.90 અને નીચામાં રૂ.266 રહી, અંતે રૂ.69.90 વધી રૂ.316.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.23.55 ખૂલી, ઊપરમાં રૂ.27.90 અને નીચામાં રૂ.21.15 રહી, અંતે રૂ.4.60 વધી રૂ.27.40 થયો હતો. સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.620 ખૂલી, ઊપરમાં રૂ.650 અને નીચામાં રૂ.581 રહી, અંતે રૂ.41 વધી રૂ.623.50 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,419.50 ખૂલી, ઊપરમાં રૂ.2,610 અને નીચામાં રૂ.2,400 રહી, અંતે રૂ.122.50 વધી રૂ.2,553 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.590.50 ખૂલી, ઊપરમાં રૂ.634.50 અને નીચામાં રૂ.586 રહી, અંતે રૂ.25 વધી રૂ.617 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.334.80 ખૂલી, ઊપરમાં રૂ.334.80 અને નીચામાં રૂ.285.10 રહી, અંતે રૂ.47.80 ઘટી રૂ.292.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.32 ખૂલી, ઊપરમાં રૂ.33.60 અને નીચામાં રૂ.27.60 રહી, અંતે રૂ.5.30 ઘટી રૂ.28.25 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.383.50 ખૂલી, ઊપરમાં રૂ.411 અને નીચામાં રૂ.333.50 રહી, અંતે રૂ.70 ઘટી રૂ.364 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,678.50 ખૂલી, ઊપરમાં રૂ.1,678.50 અને નીચામાં રૂ.1,501 રહી, અંતે રૂ.175 ઘટી રૂ.1,548 થયો હતો. ચાંદી-મિનીઓગસ્ટ રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,200 ખૂલી, ઊપરમાં રૂ.1,200 અને નીચામાં રૂ.1,050 રહી, અંતે રૂ.81 ઘટી રૂ.1,134.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *