મુંબઈ
ટીવીનાં પોપ્યુલર સ્ટંટ બેઝ રિયાલિટી શૉ ‘ખતરો કે ખિલાડી ૧૨’ની શરૂઆત થઇ ગઇ છે. તેની શૂટિંગ કેપટાઉનમાં થઇ રહી છે. હમેશાની જેમ રોહિત શેટ્ટી શૉ હોસ્ટ કરી રહ્યો છો. શૉનાં એપિસોડ પણ ઓનએર થઇ ગયા છે. આ વચ્ચે શોનાં સેટની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે. જેમાં શોનાં સ્પર્ધકો અલગ અલગ સ્ટંટ કરતાં નજર આવે છે. શોનાં ત્રીજા એપિસોડમાં સ્પર્ધકો ખતરનાક સ્ટંટ કરે છે. એક્ટ્રેસ શિવાંગી જાેશી અને અનેરી વજાની એક ટાસ્ક દરમિયાન ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યાં હતાં. તેમણે આ ટાસ્ક દરમિયાન કરંટનાં ઝટકા લાગ્યાં હતાં. રોહિત શેટ્ટીએ બે સ્ટંટ પછી ત્રીજા સ્ટંટની જાહેરાત કરી હતી. આ સ્ટંટમાં સ્પર્ધકોએ ચાવી મેળવવા માટે પાંજરામાં હાઈનાને પાર કરવી પડી હતી. ચાવી મેળવ્યા પછી, તેણે પાણી ભરેલી જાળમાં ક્રોલ કરતો બહાર આવવું પડ્યું. આ ચાવીઓ નેટ સાથે જાેડાયેલી હતી, જેમાં કરંટ હતો. ચાવીઓ એકત્રિત કર્યા પછી, તેણે ૬ મિનિટમાં ટનલમાંથી બહાર નીકળવા માટે બે તાળા ખોલવા પડ્યા રોહિત શેટ્ટીએ શિવાંગી જાેશી, અનેરી વજાની અને કનિકા માનને આ કાર્ય કરવા કહ્યું. શિવાંગીએ આ કાર્ય પૂર્ણ કર્યું અને સ્ટાર જીત્યો. પરંતુ સ્ટંટ કર્યા બાદ તે ખરાબ રીતે રડી પડી હતી. તેણે રોહિત શેટ્ટીને કહ્યું કે તેને કરંટથી ઘણો આંચકો લાગ્યો છે. તેણે એ પણ જણાવ્યું કે તેને બાળપણમાં પણ વીજળીનો કરંટ લાગ્યો હતો. રોહિતે તેને સાંત્વના આપી. અનેરી વજાણીએ ટાસ્ક રદ કરવા જણાવ્યું હતું- તે જ સમયે, અનેરી વજાણી સ્ટંટની વચ્ચે ડરી જાય છે અને રડવા લાગે છે. તેણી આ ટાસ્ક રદ કરવા કહે છે. રોહિત તેમને શાંત કરે છે અને કાર્ય ટાસ્ક કરવા કહે છે. અનેરી નિર્ધારિત સમય કરતાં વધુ સમય લે છે અને ટાસ્ક પૂર્ણ કરવામાં ફેઇલ જાય છે.


