Maharashtra

ગુજરાતી-રાજસ્થાની થકી મુંબઈ આર્થિક રાજધાની છે ઃ રાજ્યપાલ કોશ્યારી

મુંબઇના અંધેરી પશ્વિમ ક્ષેત્રમાં એક સ્થાનિક ચોકનું નામ દિવંગત શ્રીમતી શાંતિદેવી ચમ્પાલાલજી કોઠારીના નામ પર રાખવામાં આવ્યું છે. શુક્રવારે આ કાર્યક્રમ પ્રદેશના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન હાજર જનતાને સંબોધિત કરતાં રાજ્યપાલે કહ્યું કે ‘ક્યારેક ક્યારેક હું અહીં લોકોને કહ્યું છું કે મહારાષ્ટ્રમાં ખાસકરીને મુંબઇ-થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નિકાળી દો, તો તમારા ત્યાં પૈસા બચશે નહી. આ મુંબઇ આર્થિક રાજધાની કહેવાશે નહી.’ હવે રાજ્યપાલના આ નિવેદનને લઇને શિવસેનાએ હુમલો શરૂ કરી દીધો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટિ્‌વટર પર લખ્યું છે, મહારાષ્ટ્રમાં ભાજપ પુરસ્કૃત મુખ્યમંત્રી બિરાજમાન થતાં જ સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન શરૂ થઇ ગયું છે. સ્વાભિમાન અને અભિમાનના નામે બનેલી શિવસેનામાંથી નિકળનારા લોકો આ સાંભળીને પણ ચૂપ બેઠ્‌યા છે, તો સીએમ શિંદે ક્યારેય શિવસેનાનું નામ ન લે. રાજ્યપાલનો વિરોધ તો કરે. આ મરાઠીઓની મહેનતનું અપમાન છે. આ મહારાષ્ટ્રે હિંદુત્વ માટે લડાઇ લડી છે. ના ફક્ત શિવસેના, પરંતુ દરેક રાજ્યપાલના આ નિવેદનની નિંદા કરે છે. રાઉતે આગળ કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવેદન ઠેસ પહોંચાડનાર અને નિંદનીય છે. રાજ્યના લોકોએ પોતાની મહેનતથી મહારાષ્ટ્ર બનાવવા માટે પરસેવો, લોહી વહાવ્યું છે. ૧૦૫ લોકોએ બલિદાન આપ્યું અને ઘણા લોકોને જેલ થઇ. રાજ્યપાલને ઇતિહાસની જાણકારી નથી. સીએમ એકનાથ શિંદે તેની નિંદા કરે અને કેન્દ્રને રાજ્યપાલને હટાવવાની માંગ કરે. આ સાવિત્રીબાઇ ફૂલે અને શિવાજીનું અપમાન છે. તેનાથી આખું મહારાષ્ટ્ર ક્રોધિત છે. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે પણ કહ્યું કે આ મોટી આશ્વર્યની વાત છે કે રાજ્યના રાજ્યપાલ તે રાજ્યના લોકોને બદનામ કરે છે. તેમના રહેતા રાજ્યપાલની સંસ્થાનું સ્તર અને મહારાષ્ટ્રની રાજકીય પરંપરાનું પતન થયું છે, પરંતુ મહારાષ્ટ્રનું પણ સતત અપમાન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અમોલ મિતકારીએ પણ રાજ્યપાલના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. દ્ગઝ્રઁ ધારાસભ્યએ કહ્યું કે મહારાષ્ટ્ર અને મુંબઇના લોકો કુશળ અને સક્ષમ છે. અમે ઇમાનદાર લોકો છીએ જે ચટણી અને રોટલો ખાય છે અને બીજાને પણ ખવડાવે છે. ધારાસભ્ય મિતકારીએ કહ્યું કે તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે, જલદી જ મહારાષ્ટ્ર પાસે માફી માંગે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પોતાના નવા નિવેદનને લઇને ઘેરાતા જાેવા મળી રહ્યા છે. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. શુક્રવારે રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મુંબઇ અને થાણેથી જાે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નિકાળી દેવામાં આવે તો મહારાષ્ત્રમાં પૈસા નહી બચે અને મુંબઇ પણ આર્થિક રાજધાની નહી કહેવાય.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *