મુંબઈ
ટીવીની દુનિયામાં નામ કમાયા બાદ મૌની રોય હવે બોલિવૂડમાં ઝડપથી ઉભરતી અભિનેત્રીઓમાંની એક છે. તે રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.મૌની રોયને એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ દ્વારા જાેવામાં આવી હતી, તે માસ્ક પહેરેલી જાેવા મળી હતી પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે, તે તેના લગ્ન માટે ગોવાની ફ્લાઇટ પકડવાની હતી. તે ગોવામાં જ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ કપલ ૨૭મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ એટલે કે, આ ગુરુવારે ગોવાના બીચ પર તેમના મિત્રો અને નજીકના લોકોની હાજરીમાં એકબીજા સાથે હશે. તેના બોયફ્રેન્ડ સૂરજનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. સૂરજ વ્યવસાયે બિઝનેસમેન છે. જેનો બિઝનેસ મોટાભાગે દુબઈમાં છે. તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પણ છે. મૌની અને સૂરજના સંબંધોના સમાચાર ૨૦૧૯થી જ આવવા લાગ્યા હતા. આ કપલ ઘણી વખત સાથે રજાઓ મનાવતા જાેવા મળ્યા હતા.


