Maharashtra

ચંદ્રાસણ ગામે ખેતરમાં ઘરમાંથી ચોરો ૧.૧૪ લાખના દાગીના લઈ ફરાર

મહેસાણા
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા ચંદ્રાસણ ગામે રહેતા ઇશ્વરજી ભગાજી ઠાકોરના ખેતરમાં ઘર બનાવી સયુંકત કુટુંબ સાથે રહે છે. જે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. ત્યારે કેટલાક તસ્કરો ઘરેણા સહિત ૧.૧૪ લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર મામલે ફરિયાદીના પત્ની જાગીને ઘરમાં જતા ધર ખુલ્લું હતું અને ઘરમાં રહેલ તિજાેરી પણ ખુલ્લી હોઈ અને તિજાેરીમાં રહેલો સામાન વેર – વિખેર હોઈ જેથી તેમને પતિ અને દીકરાને જગાડતા તે લોકો ઘરની અંદર તપાસ કરતા તિજાેરીમાં રહેલા ૩ જાેડ ચાંદીના રમઝા આશરે એક કિલોના તથા બે જાેડ ચાંદીના કાબિયો, એક જાેડ ચાંદીની પાયલ ૧૦૦ ગ્રામ કિંમત, નંગ ૩ ચાંદીની લકી આશરે ૧૫૦, નંગ ૧ સોનાની ચુની આશરે ૧ ગ્રામ, નંગ ૧ ચાંદીનું મંગળ સૂત્ર આશરે ૧૦૦ ગ્રામનું કુલ મળી કિંમત ૧ લાખ ૧૪ હજારના દાગીનાની ચોરી કરીને તસ્કરો ઘર સાફ કરીને રફુચક્કર થઈ ગયા હતા. ચોરી થયેલા દાગીનાની તપાસ કરતાના મળી આવતા આખરે પરિવારે બાવલું પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Smugglers-abscond-with-jewelery-worth-Rs-1.14-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *